સેન્સેકસ-નિફટી 52 અઠવાડિયાની ઉંચાઇએ, ઓલ ટાઇમ હાઇથી વેંતનું છેટું
ભારતીય શેર-બજારમા છેલ્લા થોડા દિવસથી શરુ થયેલી રિલીફ રેલીમા આજે સેન્સેકસ બાવન વીકની 85801 અંકની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જયારે નિફટીએ પણ બાવન વીકની ઉંચી છલાંગ લગાવી હતી . સેન્સેકસ - નિફટી ઓલ ટાઇમથી વેંત છેટા ટ્રેડ કરી રહયા છે.
ગઈકાલે પણ શેરબજારમાં શાનદાર તોફાની તેજી જોવા મળ્યા બાદ આજે પણ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ભારતની આજે જોરદાર ખરીદીના પગલે સેન્સેક્સ 500 પોઈન્ટ અને નિફ્ટી 130 પોઇન્ટ વધ્યા હતા..
આજે સવારથી ની કંપનીના શહેરોમાં જોરદાર ખરીદી નીકળી હતી જોવા મળતા આજે શેર બજાર ઊંચકાયું હતું. બપોર બાદ ફરી તેજી જોવા મળતા સેન્સેક્સ 500 પોઇન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો આજે બેંક નિફ્ટી તેમજ નિફ્ટી ઓટો અને ફાઇનાન્સિયલ કંપનીના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી નિફ્ટી ને મોટો સહારો મળ્યો હતો.
બલ્કેશ શેરબજાના ઇતિહાસમાં નિફટી ઓલ ટાઈમ હાઇ નજીક આજે જોવા મળ્યો હતો એક સમયે નીફટી 26,246 નો હાઈ જોવા મળ્યો હતો
આજે સેન્સેક્સમાં 500 પોઈન્ટ નો વધારો થતા સેન્સેક્સ 85,652 અને નિફ્ટીમાં 135 પોઇન્ટનો વધારો થતા નિફ્ટી 26188 ની સપાટી પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બેન્ક નિફ્ટી 145 પોઇન્ટ વધી છે જ્યારે મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
જોકે શેરબજારની સાથે આજે સોના ચાંદી માર્કેટમાં પણ ખાસ ફેરફાર જોવા મળ્યા ન હતા મળી હતી અત્યારે સોનું 122450 ઉપર એમસીએક્સ માં જોવા મળી રહ્યો છે એટલે કે200 રૂૂપિયાનો વધારો આજે નોંધાયો છે જ્યારે ચાંદીમાં લગભગ 300 રૂૂપિયામાં વધારો નોંધાયો છે.