સેન્સેકસ ફરી ઓલ ટાઇમ હાઇ નજીક, નિફટી 26 હજારને પાર
ભારત અને અમેરિકા ની ટ્રેડ ડીલ માં ભારતના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું સકારાત્મક વિધાન બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ભારતની તમામ આઈટી કંપનીમાં આજે જોરદાર ખરીદીના પગલે સેન્સેક્સ 540 પોઈન્ટ અને નિફ્ટી 152 પોઇન્ટ સાથે સેન્સેકસ ઓલ ટાઇમ હાઇની નજીક પહોંચી ગયો હતો. સેન્સેકસનુ ઓલ ટાઇમ હાઇ 85290 છે અને સેન્સેકસ 85236 સુધી ટ્રેડ થયો હતો. આજે સવારથી જ આઇટી કંપની ઇન્ફોસીસ, ટીસીએસ,વિપ્રો એચસીએલ સહિતની કંપનીઓમાં જોરદાર લેવાની નીકળી હતી પરિણામે નિફ્ટી ને મોટો સહારો મળ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસ આઇટી કંપનીના શેર ચાલતા ન હતા પરંતુ આજે ઈન્ફોસીસ ટીસીએસ સહિતની કંપનીમાં જોરદાર ખરીદી જોવા મળી હતી ઇન્ફોસીસમાં આજે રૂ. 50 નો વધારો જોવા મળ્યો હતો ત્યારે ટીસીએસ નો શેર પણ 45 રૂૂપિયા ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. પરિણામે આજે આઈટી ઇન્ડેક્સ ત્રણ ટકાનો વધારો સૂચવતો હતો. આજે સેન્સેક્સમાં 540 પોઈન્ટ નો વધારો થતા સેન્સેક્સ 85,215 અને નિફ્ટીમાં 155 પોઇન્ટનો વધારો થતા નિફ્ટી 26000 ની સપાટી ક્રોસ કરીને 26060 જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બેન્ક નિફ્ટી 345 પોઇન્ટ વધી છે જ્યારે મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
આજે એલજી ઇલેક્ટ્રોનિક્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી અને શેર 60 રૂૂપિયા ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શેરબજારની સાથે સાથે આજે સોના ચાંદી માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી અત્યારે સોનું 23450 ઉપર એમસીએક્સ માં જોવા મળી રહ્યો છે એટલે કે 750 રૂૂપિયાનો વધારો આજે નોંધાયો છે જ્યારે ચાંદીમાં લગભગ 2000 રૂૂપિયામાં વધારો નોંધાયો છે. રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,27,350 થયો છે. જ્યારે ચાંદીનો ભાવ 1,56,450 થયો છે.