ટેરિફ ટેન્શન હળવું થતાં સેન્સેક્સ-સોનામાં બમ્પર તેજી
પ્રારંભિક સત્રમાં જ રોકાણકારોની સંપત્તિમાં રૂા.7 લાખ કરોડનો વધારો, વૈશ્ર્વિક માર્કેટો ડામાડોળ પણ ભારત અડીખમ
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરીફ 90 દિવસ માટે મુલત્વી રાખવાની જાહેરાત બાદ દુનીયાભરના શેર માર્કેટમા ભારે ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારમા ગઇકાલે મહાવીર જયંતીની રજા બાદ આજે ભારે તેજી સાથે શરૂઆત થઇ હતી. આ સાથે સોનુ પણ ઉછળીને રેકોર્ડ સપાટીએ પહોંચી ગયુ છે. ગઇકાલે રાત્રે અમેરિકાનાં શેરબજારમા વોલેટાલીટી બાદ ભારે ઘટાડો જોવા મળ્યો હતો તેમજ વૈશ્ર્વિક માર્કેટમા પણ ભારે સરલતા જોવા મળી રહી છે. પરંતુ ભારતીય શેરમાર્કેટ આંચકા પચાવીને તેજીથી આગળ વધી રહયુ છે.
આજે સેન્સેકસ બુધવારનાં 73847 ના બંધ સામે 988 પોઇન્ટ ઉછળીને 74835 પર ખુલ્યો હતો થોડીવારમા સેન્સેકસ 7પ000 ને પાર થયો હતો. બજાર ખુલ્યાની થોડી મીનીટમા જ સેન્સેકસમા 1472 અંકનો વધારો નોંધાતા 75319 સુધી ટ્રેડ થયો હતો. નીફટીમા પણ આજે જોરદાર શરૂઆત રહી હતી. બુધવારનાં 22399 ના બંધ સામે નીફટી 296 પોઇન્ટ ઉછળીને 22695 પર ખુલી હતી. થોડીવારમા જ નીફટીમા 475 અંકનો ઉછાળો નોંધાતા 22874 ના લેવલ સુધી ટ્રેડ થઇ હતી. પોઝીટીવ સેન્ટીમેન્ટથી બજારમા ઉછાળો જોવા મળતા બીએસઇમા લીસ્ટેડ કંપનીનુ માર્કેટ કેપ ફરી 6.97 લાખ કરોડ વધીને 400.79 લાખ કરોડ પહોંચી ગયુ હતુ.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર 90 દિવસના પ્રતિબંધની જાહેરાત કરી છે. ચીન પર પારસ્પરિક ટેરિફ વધારીને 145 ટકા કરવામાં આવી છે. ગુરુવારે મહાવીર જયંતિના કારણે સ્થાનિક શેરબજારો બંધ રહ્યા હતા. તેથી જ બજારે આજે તેના પર પ્રતિક્રિયા આપી. સેન્સેક્સના 30માંથી 27 શેર ઉછાળા સાથે ખુલ્યા હતા. સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટીસીએસમાં ઘટાડો નોંધાયો હતો.
યુએસ શેરોમાં તીવ્ર ઘટાડાને પગલે શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કી 225 5.46 ટકા ઘટ્યો હતો, જ્યારે ટોપિક્સ 5.05 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.55 ટકા અને કોસ્ડેક 0.11 ટકા ઘટ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂૂઆત દર્શાવી હતી.
ગુરુવારે યુએસ શેરબજાર ગબડ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1,014.79 પોઈન્ટ્સ અથવા 2.50 ટકા ઘટીને 39,593.66 પર જ્યારે જઙ 500 188.85 પોઈન્ટ્સ અથવા 3.46 ટકા ઘટીને 5,268.05 પર છે. ગફતમફિ ઈજ્ઞળાજ્ઞતશયિં 737.66 પોઈન્ટ અથવા 4.31 ટકા ઘટીને 16,387.31 ના સ્તર પર બંધ થયો.
યુએસ અને ચીન વચ્ચે ટેરિફ તણાવ વધવાને કારણે મંદીની ચિંતાઓ દ્વારા સપોર્ટેડ સોનાના ભાવ સર્વકાલીન ઊંચાઈની નજીક પહોંચ્યા હતા. સ્પોટ ગોલ્ડ 1 ટકા વધીને 3,205.53 પ્રતિ ઔંસ થયું હતું. બુલિયન સત્રની શરૂૂઆતમાં 3,217.43 ની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.5 ટકા વધીને 3,226.50 પર પહોંચ્યો હતો.
સોનું રૂા.96,400ના રેકોર્ડ હાઇ પર પહોંચ્યું
આજે સોનામા પણ ભારે ઉછાળો જોવા મળી રહયો છે. એમસીએકસ પર સોનુ રેકોર્ડ હાઇ પર ટ્રેડ થયુ હતુ. રાજકોટમાં હાજરમાં 24 કેરેટ ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ રૂ. 96400 બોલાયો હતો. ચાંદીમા 1 કિલોમા રૂ. 900 નો વધારો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ રૂ. 9પ400 બોલાયો હતો. છેલ્લા બે દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમા સોના - ચાંદી બંનેમા ભારે ઉછાળો નોંધાયો છે. ગુરૂવારે સ્પોટ માર્કેટમા સોનામા 100 ડોલર અને ગઇરાત્રે 78 ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય કોમોડીટી માર્કેટમાં પણ જોવા મળી છે.