ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડો

05:05 PM Jul 11, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આજે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) ના પરિણામો અપેક્ષા કરતા ખરાબ, અમેરિકા દ્વારા કેનેડા પર નવા કર લાદવામાં આવ્યા અને રશિયા પર સંભવિત પ્રતિબંધો અંગે ચિંતા વગેરે હતી. આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 738 પોઈન્ટ ઘટીને 82,451 પર ટ્રેડ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી50 189 પોઈન્ટ ઘટીને 25,165 પર ટ્રેડ થઈ હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3.03 લાખ કરોડ રૂૂપિયા ઘટીને 457.22 લાખ કરોડ રૂૂપિયા થયું હતું. ક્ષેત્રોની વાત કરીએ તો, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.6% ઘટ્યો હતો. TCS, ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓના શેર ઘટ્યા હતાં.

ઓટો અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં પણ 1% થી વધુ ઘટાડો થયો. ફાઈનાન્સિયલ અને PSU બેંક ઈન્ડેક્સ 0.5% થી વધુ ઘટ્યા હતાં. નિફ્ટી મિડકેપ100 અને સ્મોલકેપ100 પણ લગભગ 1% ઘટ્યા હતાં. TCSએ Q1FY26ના પરિણામો જાહેર કર્યા જે અપેક્ષા કરતા ઓછા હતા. Q1FY26 એટલે કે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર. પરિણામો પછી, TCSના શેર 2.5% ઘટીને રૂૂ. 3,297 થયા. કંપનીનો ચોખ્ખો નફો 6% વધીને રૂૂ. 12,760 કરોડ થયો, જે અપેક્ષા કરતા થોડો વધારે હતો. પરંતુ, કંપનીની આવકમાં 3.1% ઘટાડો થયો. આની અસર અન્ય IT કંપનીઓ પર પણ પડી. nfosys, Wipro, LTIMindtree અને Tech Mahindraના શેર 1-3% ઘટ્યા. આનાથી નિફ્ટી IT ઇન્ડેક્સ 2.1% નીચે આવ્યાં હતાં.

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ આવતા મહિનાથી અમલમાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અન્ય મુખ્ય વેપારી ભાગીદારો પર 15%-20% સુધીના ટેરિફ લાદી શકે છે. આનાથી વેપાર યુદ્ધનો ભય વધ્યો છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે. આ સમયે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ રશિયા વિશે જાહેરાત કરશે, જેના કારણે નવા પ્રતિબંધોની અટકળો વધી છે. આજના સવારના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ 68.83 પ્રતિ બેરલ પર પહોંચી ગયું, જ્યારે ઞજ ઠઝઈં ક્રૂડ 66.81 પર પહોંચી ગયું. પુરવઠો ઘટવાના ભયને કારણે તેલના ભાવમાં વધારો થયો છે.

Tags :
indiaindia newsSensex-Niftystock market
Advertisement
Next Article
Advertisement