વૈશ્ર્વિક મંદી આવવાના એંધાણે સેન્સેક્સે 72 હજારનું લેવલ તોડ્યું
- નિફ્ટી 250થી વધુ પોઈન્ટ તૂટી 22 હજાર નીચે, સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનું ગાબડું
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શેરબજારની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વૈશ્ર્વિક બજારોમાં નરમાઈ અને આવતી કાલે અમેરિકાના ફેડ રિઝર્વની મીટીંગ પહેલા બંને સૂચકાંકો ખરાબ રીતે ખુલ્યા હતા. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 250 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આજે શેરબજાર લાલ અંકો સાથે ખુલ્યું હતું. ઇજઊ સેન્સેક્સ 350 પોઈન્ટ લપસીને 72,397.18 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 104.00 પોઈન્ટના ઘટાડા સાથે 21,951.70 પર ખુલ્યો.બાદમાં સેન્સેક્સમાં 815 પોઈન્ટનો ઘટાડો થતાં સેન્સેક્સ 71,933ના તળિયે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ગઈકાલના બંધથી 262 પોઈન્ટ તુટીને 21,793ના તળિયે પહોંચી ગઈ હતી.આજે સૌથી વધુ મોટો કડાકો ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસમાં નોંધાયો હતો. જેનુંકારણ ટીસીએસ કંપનીના શેરોનું ટાટાસન્સ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ટાટાસન્સ દ્વારા બ્લોકડીલ મારફતે કંપનીના 2.34 કરોડ શેરનું વેચાણ કરાયા હોવાના અહેવાલો બાદ આઈટી સેક્ટરમાં આજે મંદી જોવા મળી હતી.