નોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડ
બંગાળથી આવેલા ટ્રકમાં પ્રતિબંધિત માંસ મળી આવ્યા પછી કાર્યવાહી
નોઈડામાં મોટા પાયે ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે. રૂૂપિયા 4 કરોડનું ગૌમાંસ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. ગૌમાંસની પુષ્ટિ બાદ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.9 નવેમ્બરના રોજ દાદરી કોતવાલી વિસ્તારમાં લુહારલી ટોલ પર પશ્ચિમ બંગાળથી આવી રહેલી એક ટ્રકને કેટલાક લોકોએ અટકાવી અને માહિતી આપી કે તે પ્રતિબંધિત માંસ લઈ જઈ રહી છે. પોલીસે એક ટ્રકને રોકીને તેમાં રાખવામાં આવેલા માંસના નમૂનાને પરીક્ષણ માટે મોકલ્યાં હતા. તપાસમાં તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થતાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં પૂરન જોશી, ખુરશીદુન નબી, અક્ષય સક્સેના, શિવ શંકર અને સચિનનાં નામ સામેલ છે. જેઓ કોલ્ડ સ્ટોરેજના માલિકો, ડિરેક્ટરો, મેનેજરો અને ટ્રક ડ્રાઈવરો છે. આ લોકોની દાણચોરી અને પ્રતિબંધિત માંસનો સંગ્રહ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
શિવશંકર અને સચિન પશ્ચિમ બંગાળથી એક ટ્રકમાં આશરે 32 ટન માંસ લાવ્યાં હતા. ટ્રકમાં ભરેલા માંસના નમૂના લેવામાં આવ્યાં હતા અને પરીક્ષણ માટે મથુરા લેબમાં મોકલવામાં આવ્યાં હતા. આ પછી પોલીસે દાદરીના એસપીજે કોલ્ડ સ્ટોરેજ બિસાહદા રોડ પર દરોડા પાડ્યાં હતા. કોલ્ડ સ્ટોરેજના ચેમ્બર નંબર-5માંથી પેકિંગમાં 153 ટન પ્રતિબંધિત માંસ મળી આવ્યું હતું જ્યારે ટ્રકમાંથી આશરે 32 ટન માંસ મળી આવ્યું હતું. લેબ રિપોર્ટમાં તે ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ છે. જપ્ત કરાયેલા માંસની અંદાજિત કિંમત 4 કરોડ રૂૂપિયા છે. પોલીસે ઝડપાયેલા માંસનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
પ્રશાસને મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.