રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંડર-19 વર્લ્ડ કપમાં ભારત -દ.આફ્રિકા વચ્ચે કાલે સેમિફાઇનલ

12:58 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે સેમિફાઇનલ

Advertisement

અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી અને આ પછી આશા છે કે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. કારણ કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ સાથે જ બંને સેમિ ફાઈનલની તારીખો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ફેબ્રુઆરીએ રમાશે. એટલે કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે અને બીજી તરફ પાકિસ્તાન જીતે છે તો ભારત-પાકિસ્તાન ફાઈનલ થઈ શકે છે.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને માત્ર 155 રન બનાવ્યા હતા, જોકે, બાંગ્લાદેશ સામે પડકાર એ હતો કે તેણે માત્ર 38 ઓવરમાં મેચ જીતવી હતી, પરંતુ બાદમાં પાકિસ્તાની બોલિંગે તેની બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરી. ઉબેદ શાહે પાકિસ્તાન માટે પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમ સતત પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ 11 ફેબ્રુઆરીએ રમાવાની છે.

Tags :
cricketindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement