For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડો

10:38 AM May 22, 2025 IST | Bhumika
શેરબજારમાં વેચવાલીનો માહોલ  સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો  it અને ઓટો શેરોમાં ભારે ઘટાડો

Advertisement

વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે મોટો ઘટાડા જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં. આજે સવારે લગભગ 9.30 વાગ્યે, સેન્સેક્સ 728 પોઈન્ટ ઘટીને 80800ની નીચે ગયો. નિફ્ટી પણ 24,550 ની નીચે આવી ગયો. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં ભારે વેચવાલીથી ભારે દબાણ છે. આવી સ્થિતિમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે, રોકાણકારોને થોડીવારમાં જ 2.50 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.

આ ઉપરાંત, ટેક મહિન્દ્રા અને પાવરગ્રીડના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC, ICICI અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાએ પણ શેરબજારને નીચે ખેંચી લીધો છે. આજે જે કંપનીઓ તેમના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે તેમાં ITC, Max Estates, MTAR, GMR Airports, Grasim Industries, Goodluck Indiaનો સમાવેશ થાય છે.

Advertisement

આજે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 0.5 ટકા ઘટ્યો, જ્યારે કોસ્પી 0.59 ટકા ઘટ્યો અને ASX 200 પણ 0.36 ટકા ઘટ્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement