છત્તીસગઢનામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જવાનોએ 30 નકસલીઓને ઠાર માર્યાં
છત્તીસગઢમાં સુરક્ષા દળના જવાનોને એક મોટી સફળતાં મળી છે. છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષા દળોએ 30 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે 30 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં મોટાપાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
https://x.com/PTI_News/status/1925067231597404444
આ ઓપરેશનમાં 1 જવાન શહીદ થયાં છે. જ્યારે એક જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. શોધખોળ કામગીરી હજુ ચાલુ છે. તેથી નક્સલી સંગઠનના મહાસચિવ વસાવા રાજુના એન્કાઉન્ટરમાં મોતના સમાચાર પણ છે. વસાવા રાજુ ખૂબ જ જૂનો નક્સલવાદી નેતા છે. તે છેલ્લા ઘણા વર્ષોથી માડમાં આશ્રય લઈ રહ્યો હતો. આના પર 1 કરોડ રૂપિયાનું આંતરરાજ્ય ઇનામ છે.
અબુઝમાડના જાટલૂર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47, ઈન્સાસ રાઈફલ્સ, અન્ય ઓટોમેટિક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ઠાર કરેલા નક્સલવાદીઓનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યા પ્રમાણે, માડ ડિવિઝનના મોટા કેડરને નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં ડીઆરજી નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના અબૂઝમાડમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં 30 નક્સલવાદી માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ આંકડો વધવાની શક્યતા છે.