લિસ્ટિંગ પહેલાં જ શેરની લે-વેચને મંજૂરી આપવા સેબીની તૈયારી
ગ્રે-માર્કેટમાં ટ્રેડિંગના બદલે ઔપચારિક પ્લેટફોર્મ પૂરું પાડવા સેબીના ચેરમેન માધાબી પુરીની હિમાયત
ભારતીય મૂડી બજાર નિયમનકાર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) એક એવી નવી સિસ્ટમ પર વિચાર કરી રહ્યું છે, જેનાથી શેરના લિસ્ટિંગ પહેલાં જ તેને ખરીદી કે વેચી શકાય. આ પગલું રોકાણકારોને એક સુરક્ષિત અને નિયંત્રિત પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની સુવિધા આપવાના ઉદ્દેશ્યથી ભરવામાં આવી રહ્યું છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચએ એક કાર્યક્રમ દરમિયાન આ અંગે માહિતી આપી છે.
એક સમાચાર અનુસાર, માધબી પુરી બુચે કહ્યું કે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા બાદ તે તરત જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થતાં નથી, તેથી એલોટમેન્ટ દરમિયાન આ શેરનું મોટાભાગે ગ્રે-માર્કેટમાં ટ્રેડિંગ થાય છે. તેમણે કહ્યું કે, જો રોકાણકારોને આવા ટ્રેડિંગમાં રસ છે, તો તેને અનૌપચારિક રીતે કરવાને બદલે એક નિયમિત પ્લેટફોર્મ પર કરવાની તક આપવી જોઈએ.
જ્યારે IPOના શેર રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે, ત્યારથી લઈને સ્ટોક એક્સચેન્જ પર તેના સત્તાવાર લિસ્ટિંગ સુધી તે શેરના ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવશે. અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ડીમેટ એકાઉન્ટમાં શેર ફાળવવામાં આવ્યા બાદ લિસ્ટિંગ પહેલા તે ફ્રીઝ રહે છે, જેથી અનિયમિત અને અસુરક્ષિત ટ્રેડિંગને અટકાવી શકાય.
SEBI દ્વારા આ પગલું ગ્રે-માર્કેટમાં થઈ રહેલા અનિયમિત ટ્રેડિંગ પર લગામ લાદવા માટે ભરવામાં આવી રહ્યું છે. ગ્રે-માર્કેટ પ્રીમિયમ (GMP)ને ઘણીવાર રોકાણકારો માટે સંભવિત લિસ્ટિંગ ગેઈનનો સંકેત માનવામાં આવે છે, પરંતુ તે એક અસુરક્ષિત બજાર છે, જ્યાં રોકાણકારોને નુકસાનનું જોખમ રહે છે.
નવી સિસ્ટમ એવા સમયે શરૂૂ કરવામાં આવી રહી છે, જ્યારે IPO માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ)એ એશિયામાં સૌથી વધુ સંખ્યામાં IPO લોન્ચ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે અને પ્રાઈમરી માર્કેટમાંથી મોટા રૂૂપિયા એકત્ર કર્યા છે. IPO માર્કેટ 2025માં વધુ ઝડપથી વધવાની ધારણા છે. પ્રાઇમ ડેટાબેઝના રિપોર્ટ મુજબ, લગભગ 1.80 લાખ કરોડ રૂૂપિયાના આઇપીઓ પ્રસ્તાવ અથવા તો સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અથવા પહેલા જ મંજૂરી મેળવી ચૂક્યા છે.