શેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBI
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની ઈક્વિટી ડીલર સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓ સાથેની મિલી ભગતથી ચાલતી ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો છે. આ યોજના હેઠળ આ સંસ્થાઓએ ગેરકાયદેસર રીતે 21.16 કરોડ રૂૂપિયાનો નફો મેળવ્યો હતો. સેબીનું કહેવું છે કે આ આખો ખેલ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલતો હતો. સેબીએ શુક્રવારે એક વચગાળાનો આદેશ જારી કરીને સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓ પર સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધ મૂક્યો હતો અને તેમના દ્વારા કમાવેલ ગેરકાયદેસર નફો જપ્ત કર્યો હતો.DRPL,WDPL અને પ્રજ્ઞેશ સંઘવીના ખાતામાં કુલ 6766 ફ્રન્ટ રનિંગ ટ્રેડ ટ્રેસ કરીને કુલ 21,15,78,005 રૂૂપિયાનો ગોટાળો સામે લાવ્યો છે.
SEBIની તપાસમાં જાણવા મળ્યું છે કે PNB MetLife India Insurance Company દ્વારા કરવામાં આવેલ ફ્રન્ટ-રનિંગ સોદાનું આયોજન કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અન્ય ડીલરો અને ફંડ મેનેજરો સાથે મળીને આ સંસ્થાઓએ મોટા ગ્રાહકોના સોદાનો લાભ લીધો હતો અને SEBI એક્ટ અને PFUTP (પ્રોહિબિટેડ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ તપાસ 1 જાન્યુઆરી 2021 થી 19 જુલાઈ 2024 વચ્ચે થયેલા ટ્રેડિંગ પર કરાઇ હતી અને એવું બહાર આવ્યું કે PNB ખયકિંશરયના મોટાભાગના ટ્રેડિંગ નિર્ણયો સચિન ડગલીના હાથમાં હતા.
સેબીએ નોંધ્યું હતું કે DRPL, WDPLઅને પ્રજ્ઞેશ સંઘવીના ખાતા દ્વારા કુલ 6,766 ફ્રન્ટ-રનિંગ ટ્રેડ્સ થયા હતા. આ પ્રક્રિયામાં 21,15,78,005 રૂૂપિયાનો ગેરકાયદેસર નફો થયો હતો. આ પ્રવૃત્તિ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી.