For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી: જાહેરાત હવે થશે

05:46 PM Mar 01, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી  જાહેરાત હવે થશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી લોકસભા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આ અંગે શરદ પવારના ઘરે મહા વિકાસ અઘાડીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી.

Advertisement

કોંગ્રેસ ઉપરાંત, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ) ના ટોચના નેતાઓ પવારના સિલ્વર ઓક નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે ફોર્મ્યુલા બહાર આવી છે તે મુજબ ઉદ્ધવ ઠાકરે શિવસેનાને 21, કોંગ્રેસને 15, એનસીપી શરદ પવારને 9, વીબીએને 2 અને રાજુ શેટ્ટી સ્વાભિમાની પક્ષને એક સીટ આપવામાં આવશે.
જો કે, સીટની વહેંચણી માટે આ એક સંભવિત ફોર્મ્યુલા છે જેને ખટઅ નેતાઓના સૂત્રોએ સમર્થન આપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ બેઠક વહેંચણીની સંભવિત ફોર્મ્યુલા છે જેના પર અંતિમ નિર્ણય વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે.સૌથી મહત્વની વાત એ છે કે જે પક્ષના સાંસદ હશે તેને જ સીટ આપવામાં આવશે, ઉમેદવારે પક્ષ બદલ્યો હોય તો પણ ટિકિટ એ જ પક્ષને આપવામાં આવશે. તેમજ 4 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક મળશે જેમાં ઉમેદવારી અંગે ફરી ચર્ચા કરવામાં આવશે અને તે પછી નામો પર મહોર મારવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement