રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રામસેતુનો નક્શો બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા

05:15 PM Jul 11, 2024 IST | admin
Advertisement

11 સાંકડી ચેનલો પણ મળી, અમેરિકી સેટેલાઇટની મદદથી સમગ્ર લંબાઇનો મેપ કર્યો તૈયાર

Advertisement

તમે બાળપણથી રામાયણમાં રામ સેતુનો ઉલ્લેખ સાંભળતા જ હશો. તે રામેશ્વરમ દ્વીપ અને શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ચે ભગવાન રામની વાનર સેના દ્વારા બનાવાયો હતો. જેથી માતા સીતાને રાવણની લંકામાંથી પાછી લાવી શકાય, હવે આ રામ સેતુને લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ મોટી સફળતા હાંસલ કરી છે. વૈજ્ઞાનિકોએ રામ સેતુનો વિગતવાર નકશો તૈયાર કર્યો છે, જેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે.

ઈસરોના વૈજ્ઞાનિકોએ દરિયામાં 3 મીટર ઊંડે આખા રામસેતુની તસવીર લેવા માટે જહાજોનો કોઈ ઉપયોગ કર્યો નથી પરંતુ અમેરિકી સેટેલાઈટ ઈંઈઊજફિ-ં2 ડેટાનો ઉપયોગ કરીને પુલની સમગ્ર લંબાઈનો 10 મીટર રિઝોલ્યુશન મેપ તૈયાર કર્યો છે. વિગતવાર પાણીની અંદરનો નકશો ધનુષકોડીથી તલાઈમન્નાર સુધીના પુલની સાતત્ય દર્શાવે છે, જેમાં 99.98 ટકા પાણીમાં ડૂબી ગયો છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ઈંજછઘના વૈજ્ઞાનિકોએ ડૂબી ગયેલી રિજની સમગ્ર લંબાઈનો ઉચ્ચ-રિઝોલ્યુશન નકશો બનાવવા માટે યુએસ સેટેલાઇટથી સજ્જ લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.

ગિરિબાબુ દંડબથુલાની આગેવાની હેઠળની સંશોધન ટીમે 11 સાંકડી ચેનલો શોધી કાઢી છે, જે મન્નારની ખાડી અને પાલ્ક સ્ટ્રેટ વચ્ચે પાણીના પ્રવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંશોધકોનું કહેવું છે કે આ પુલનો 99.98 ટકા હિસ્સો પાણીમાં ડૂબી ગયો હોવાથી જહાજની મદદથી સર્વે કરવાનું શક્ય નહોતું. તે જ સમયે, રામેશ્વરમના મંદિરોના શિલાલેખથી જાણવા મળે છે કે વર્ષ 1480 સુધી, આ પુલ સમુદ્રમાં પાણીની ઉપર દેખાતો હતો પરંતુ પછી આવેલા તોફાનમાં તે ડૂબી ગયો હતો. ફોટોન અથવા પ્રકાશ કણોને પાણીમાં નાખીને વૈજ્ઞાનિકોએ અમેરિકન સેટેલાઈટથી મદદથી આ નકશો બનાવ્યો હતો.

એડમ્સ બ્રિજ ભારતના રામેશ્વરમ ટાપુ પર ધનુષકોડીના દક્ષિણ-પૂર્વ બિંદુથી શ્રીલંકાના મન્નાર ટાપુમાં તલાઈમન્નરના ઉત્તર-પશ્ચિમ છેડા સુધી ફેલાયેલો છે. તે છીછરા ચૂનાના ખડકોની શ્રેણી દ્વારા રચાયેલ પાણીની અંદરનું શિખર છે, જેના ભાગો પાણીની ઉપર દેખાય છે, પરંતુ ત્યાં કોઈ ખડકો કે વનસ્પતિ નથી

Tags :
indiaindia newsramseturamshetumap
Advertisement
Next Article
Advertisement