વીજળી બચાવવા જૂના AC સામે નવા આપવાની યોજના
ગ્રાહકોને પ્રોત્સાહન આપવા સરકારનું કંપનીઓને સૂચન
ભારત સરકાર, જૂના એર કંડિશનર્સ (એસી)ને હટાવીને નવી ટેકનોલોજી સાથેના, ઊર્જા-કાર્યક્ષમ ફાઇવ-સ્ટાર મોડલ્સને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. આ અંગે પાવર મંત્રાલયે બ્લૂ સ્ટાર, ગોદરેજ, સેમસંગ, હેવેલ્સ (લોયડ્સ) અને વોલ્ટાસ જેવી મોટી એસી ઉત્પાદક કંપનીઓ સાથે ચર્ચા શરૂૂ કરી છે. આ યોજના હેઠળ છ વર્ષથી જૂના એસીને બદલવા માટે ગ્રાહકોને પ્રોત્સાહનો આપવાનું આયોજન છે, જેથી વીજળીના બિલમાં ઘટાડો થાય અને કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછું થાય.
એક અધિકારીએ જણાવ્યું કે, આજે દેશમાં લગભગ 5 કરોડ એસી એકમો ઉપયોગમાં છે, જે મોટા પ્રમાણમાં વીજળી વાપરે છે. જો આ જૂના મોડલ્સને નવી ટેકનોલોજીવાળા એસીથી બદલવામાં આવે તો ઊર્જા બચત સાથે પર્યાવરણને પણ ફાયદો થશે. સરકારનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સ્ક્રેપેજ યોજના હેઠળ જૂના એસીને નવા સાથે બદલવા માટે રોકડ રાહત કે અન્ય લાભો આપવાનો છે.
આ યોજનાને અમલમાં મૂકવા માટે એસી ઉત્પાદકો સાથેની બેઠકો ચાલુ છે. બ્લૂ સ્ટાર જેવી કંપનીઓએ આ પહેલને આવકારી છે અને તેના અમલ માટે સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના ન માત્ર ગ્રાહકોને ફાયદો કરશે, પરંતુ એસી ઉદ્યોગને પણ નવો ઉત્સાહ આપશે.
આ પગલું ભારતના ઊર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂૂપ થશે. હવે નજર સરકારના અંતિમ નિર્ણય અને યોજનાની જાહેરાત પર ટકેલી છે.