ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, નવેમ્બરમાં પ્રારંભ
ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ વર્ષે યોજાનાર આ પ્રવાસમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝનમાં છેલ્લી વખત મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, આ ટેસ્ટ સીરીઝમાં ડે-નાઈટ મેચ પણ રમાશે. નવેમ્બરમાં શરૂૂ થનારી આ ટેસ્ટ શ્રેણી જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ સાથે સમાપ્ત થશે.
જો કે શ્રેણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થળના સમાચાર સામે આવ્યા છે. આ વખતે શ્રેણી ઓસ્ટ્રેલિયામાં યોજાશે અને પ્રથમ મેચ પર્થમાં રમાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાંચ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. શેડ્યૂલની તારીખો નક્કી કરવામાં આવી રહી છે અને આગામી થોડા દિવસોમાં બધું નક્કી થઈ શકે છે. એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાય તેવી શક્યતા છે. જો આમ થશે તો આ સ્થળે બીજી ડે-નાઈટ મેચ રમાશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે અને બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે.