For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ

04:15 PM May 22, 2025 IST | Bhumika
ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો scનો દરજ્જો રદ થશે  હાઇકોર્ટ

અનામત બેઠક પર ચૂંટણી જીતવાના મામલે ચુકાદો

Advertisement

જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત લાભોનો દાવો કરી શકતો નથી, તેવું એક કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું. કોર્ટે એવું પણ કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ હેઠળ સ્વેચ્છાએ લગ્ન કરવા સંમત થાય છે, ત્યારે લગ્ન પછી તે વ્યક્તિને ખ્રિસ્તી ગણવામાં આવશે. એનો અર્થ એ કે એવું માનવામાં આવશે કે તેણે પોતાનો મૂળ ધર્મ છોડી દીધો છે.

ક્ધયાકુમારીમાં થેરુર ટાઉન પંચાયતના વર્તમાન પ્રમુખને ગેરલાયક ઠેરવતી વખતે જસ્ટિસ એલ વિક્ટોરિયા ગૌરીએ આ વાત કહી હતી. કેસની વિગતો એવી છે કે, અમુથા રાની, જે મૂળ અનુસૂચિત જાતિની હતા, તેમણે 2005માં એક ખ્રિસ્તી પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં તેમણે 2022માં અનુસૂચિત જાતિ માટે અનામત થેરુર ટાઉન પંચાયત પ્રમુખ પદ માટે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ડીએમકે સભ્ય વી. અયપ્પને અમુથાની પાત્રતાને પડકારતી અરજી દાખલ કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ધર્માંતરણ પછી, તેઓ હવે અનુસૂચિત જાતિ અનામત માટે પાત્ર નથી. જસ્ટિસ એલ. વિક્ટોરિયા ગૌરીએ શોધી કાઢ્યું કે અમુથા રાનીએ 2005માં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તેમના લગ્ન ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ 1872 હેઠળ થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement