રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આચાર સંહિતા પહેલાં સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ

11:40 AM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

કેેેેેેેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂૂ કરી દેવાશે. એવું મનાય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ થઈ જશે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં રજૂ કરાશે. ટોલનાકા પણ હટાવી દેવામાં આવશે.

Advertisement

તેમણે જણાવ્યું કે હવેથી નવી ૠઙજ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે. આ સિસ્ટમ હાઇવે અથવા એક્સપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો તેના આધારે ટોલ વસૂલી કરશે. ટોલ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે.

દરમિયાન, ફાસ્ટેગથી ટોલ ટેક્સ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગથી 49 હજાર કરોડ રૂૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. દૈનિક કલેક્શન 170 થી 200 કરોડની વચ્ચે થાય છે.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement