સરફરાઝ ખાનનો યાદગાર ડેબ્યૂ ગાવસ્કરના ખાસ લિસ્ટમાં સામેલ
- ડેબ્યૂ મેચમાં ભારત તરફથી બંન્ને ઈનિંગમાં 50 પ્લસનો સ્કોર કરનાર ચોથો બેટર બન્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝના ત્રીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયા તરફથી બે સરફરાઝ ખાન ડેબ્યૂ કર્યું. વર્ષોની મહેનત અને લાંબા સમય સુધી રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ થતા સરફરાઝ ખાને પોતાના હાથેથી આ તક જવા ન દીધી અને ડેબ્યૂ મેચમાં જ શાનદાર બે ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો. સરફરાઝ ખાનની ડેબ્યૂ એટલા માટે પણ ખાસ છે કેમકે તેણે એક રેકોર્ડ બનાવ્યો છે જેણે ભારતના માત્ર ત્રણ જ બેટ્સમેન કરી શક્યા હતા. આ યાદીમાં સામેલ થનાર સરફરાઝ ચોથો બેટર બની ગયો છે. આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું પણ નામ સામેલ છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ડેબ્યૂ મેચની બંને ઈનિંગમાં સરફરાઝ ખાને 50 પ્લસનો સ્કોર કર્યો છે. તેણે પહેલી ઈનિંગમાં 62 રન કર્યા અને બીજી ઈનિંગમાં 68 રન કરીને નોટઆઉટ રહ્યો. સરફરાઝ ખાન માટે આ એક રેકોર્ડ રહ્યો. ભારત તરફથી આવું માત્ર ત્રણ જ બેટસ રહ્યાં હતા જેણે પોતાની ટેસ્ટ ડેબ્યૂ મેચની બંને ઈનિંગમાં 50 પ્લસનો સ્કોર કર્યો હતો. સરફરાઝ ખાન હવે આ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.