સરફરાઝ ખાનને ગુજરાત ટાઇટન્સમાં એન્ટ્રી મળશે?
- હરાજીમાં અનસોલ્ડ ખાનનો સમાવેશ રોબિન મિન્ઝના સ્થાને થઇ શકે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આઇપીએલની 17મી સિઝન 22 માર્ચ 2024થી રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, હરાજીમાં અનસોલ્ડ રહી ગયેલા સરફરાઝ આઇપીએલ 2024માં રમતા જોવા મળી શકે છે.
આઇપીએલ 2024 ની હરાજી ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. ત્યારે અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ સરફરાઝ વેચાયા વગરનો રહ્યો. જો કે હવે સરફરાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. આવી સ્થિતિમાં તેને કેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે આઇપીએલ 2024માં પણ રમતા જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝ ખાનને ગુજરાત ટાઇટન્સ તરફથી કોલ આવી શકે છે. વાસ્તવમાં, ગુજરાતનો અનકેપ્ડ ખેલાડી રોબિન મિન્ઝ બાઇક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે સરફરાઝ ખાન તેના સ્થાને ગુજરાતની ટીમમાં સામેલ થઈ શકે છે. ગુજરાતે રોબિનને રૂૂ. 3.60 કરોડમાં ખરીદ્યો હતો.