For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાડી, સાઇકલ, લેપટોપ જૂનાં થયા: આંધ્રમાં કોન્ડોમનું વિતરણ

05:13 PM Feb 22, 2024 IST | Bhumika
સાડી  સાઇકલ  લેપટોપ જૂનાં થયા  આંધ્રમાં કોન્ડોમનું વિતરણ

ચૂંટણી દરમિયાન મતની આશાએ મતદારોમાં સાડી, લેપટોપ, ટેબલેટ અને સાયકલ જેવી વસ્તુઓ વહેંચવી એ રાજકીય પક્ષોનો સામાન્ય મનોરંજન છે. પરંતુ આંધ્રપ્રદેશમાં રાજકીય પક્ષો ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોન્ડોમનું વિતરણ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પ્રચાર માટે કોન્ડોમના પેકેટ એક નવો ખેલ બની ગયો છે. અહેવાલ મુજબ અહીંની મુખ્ય પાર્ટીઓ તેમની પાર્ટીના ચૂંટણી ચિન્હ સાથેના કોન્ડોમના પેકેટ લોકોમાં વહેંચી રહી છે.
રાજકીય પક્ષોના ચૂંટણી ચિન્હો સાથેના આ કોન્ડોમ પેકેટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, કોન્ડોમની વહેંચણીને લઈને બંને પક્ષોએ એકબીજાની ટીકા કરી હતી. આમ છતાં બંને પક્ષો આ કામ ચાલુ રાખી રહ્યા છે. વાયએસઆરસીપીએ ટીડીપીને એક્સ પર ઉઘડો લઇ પૂછ્યું છે કે પાર્ટી કેટલી નીચે જશે.

Advertisement

જગન મોહન રેડ્ડીની પાર્ટીએ પૂછ્યું, શું આ કામ કોન્ડોમના વિતરણથી બંધ થઈ જશે કે પછી પાર્ટી જનતામાં વાયગ્રાનું વિતરણ પણ શરૂૂ કરશે? જવાબમાં, ટીડીપીએ પણ ઢજછઈઙના ચૂંટણી ચિહ્નવાળા સમાન કોન્ડોમ પેકેટ્સ પોસ્ટ કર્યા, પૂછ્યું કે શું જનગ મોહન રેડ્ડીની પાર્ટી તેના વિશે વાત કરી રહી છે?

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement