For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂના ધંધામાં સંજય દત્ત માલામાલ, 45 દિવસમાં 15 કરોડની કમાણી

10:57 AM Feb 14, 2025 IST | Bhumika
દારૂના ધંધામાં સંજય દત્ત માલામાલ  45 દિવસમાં 15 કરોડની કમાણી

Advertisement

બોલિવૂડ અભિનેતા હોય કે ક્રિકેટર દરેકને પૈસા કમાવવાની ચાહના હોય છે. તેથી જ આ લોકો બિઝનેસમાં એન્ટ્રી કરે છે. અભિનેતાઓથી લઈને ક્રિકેટર સુધી દરેક વ્યક્તિ આવકના વિવિધ સ્ત્રોત ઉભા કરી રહ્યા છે. અભિનયની સાથે બિઝનેસમાં એન્ટ્રી કરનાર સંજય દત્તે પણ કંઈક આવું જ કર્યું અને અઢળક રૂૂપિયા કમાઈ રહ્યા છે. સંજય દત્તની સ્કોચ વ્હિસ્કી બ્રાન્ડ ધ ગ્લેનવોક ખૂબ જ ફેમસ થઈ રહી છે. તેમણે ડિસેમ્બર 2024માં આ બ્રાન્ડ લોન્ચ કરી હતી અને માત્ર 45 દિવસમાં તેમણે 15 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે.

સંજય દત્તની વ્હિસ્કી બ્રાન્ડે 200 મિલીલીટરની 3 લાખથી વધુ બોટલો વેચી છે. 500 રૂૂપિયામાં વેચાતી આ બોટલોમાંથી તેણે દોઢ મહિનામાં 15 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી છે. મહારાષ્ટ્રમાં વેચાતી આ વ્હિસ્કી બ્રાન્ડને કારણે સંજય દત્તની સંપત્તિ ઝડપથી વધી રહી છે. સંજય દત્ત દારૂૂના ધંધામાં ઝડપથી પૈસા કમાઈ રહ્યા છે. ત્યારે આ વ્યવસાય સાથે બીજું એક નામ જોડાયું છે.

Advertisement

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પણ હવે દારૂૂના બિઝનેસમાં એન્ટ્રી કરી છે. યુવરાજ સિંહે પોતાની નવી લક્ઝરી ટકીલા બ્રાન્ડ લોન્ચ કરી છે. તેણે અલ્ટ્રા-પ્રીમિયમ કેટેગરી માટે ટકીલા લોન્ચ કરી છે. હાલમાં આ બ્રાન્ડ અમેરિકન બજારમાં મળે છે, પરંતુ ટૂંક સમયમાં તે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. યુવરાજે અમેરિકાના શિકાગોમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પોતાની ટકીલા બ્રાન્ડ FINO લોન્ચ કરી.

આ પ્રસંગે યુવરાજે કહ્યું કે FINO પાસે તે બધું છે જેમાં હું વિશ્વાર કરું છું. એવી આશા છે કે તે એપ્રિલ 2025 સુધીમાં ભારતીય બજારમાં પણ લોન્ચ થશે. યુવરાજ સિંહ પોતાની આલ્કોહોલ બ્રાન્ડને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો. માત્ર સંજય દત્ત કે યુવરાજ જ નહીં પરંતુ બોલિવૂડના ખલનાયક ડેની ડેન્ઝોંગપા પણ દારૂૂના વ્યવસાયમાં એક મોટા ખેલાડી છે. ડેની પ્રખ્યાત બીયર બ્રાન્ડ યુક્સોમ બેવરેજીસના માલિક છે. તે ભારતની ત્રીજી સૌથી મોટી બીયર બ્રાન્ડ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement