રાખી સાવંત સામે માનહાનિની ફરિયાદ નોંધાવતા સમીર વાનખેડે
રાખી સાવંત તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હવે રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે રાખી સાવંત કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ રાખી સાવંત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે એ રાખી સાવંત ના વકીલ કાશિફ અલી ખાન અને રાખી સાવંત પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે, જેના બદલામાં તેણે 11 લાખ રૂૂપિયાના વળતરની માંગ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સમીર વાનખેડેએ પોતાના મુકદ્દમામાં 2023ના એક ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો છે, કાશિફ અલી ખાને એવા નિવેદનો આપ્યા હતા જે જાણીજોઈને ખોટા અને બનાવટી, પાયાવિહોણા હતા. આટલું જ નહીં, મુકદ્દમામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાશિફ અલીએ સમીર વાનખેડેને મીડિયામાં ભ્રમિત અને સેલેબ્સને નિશાન બનાવનાર ગણાવ્યા છે, જેના કારણે સમીર વાનખેડેની છબી કલંકિત થઈ છે. આ કારણોસર હવે સમીર વાનખેડેએ દાવો દાખલ કર્યો છે અને વળતરની માંગણી કરી છે. સમીર વાનખેડેએ કહ્યું છે કે કાશિફ અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેને રાખી સાવંતે ફરીથી શેર કરી હતી.