રશિયાસે આયા ભારતકા દોસ્ત, દોસ્ત કો સલામ કરો
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચેની કેમેસ્ટ્રી બન્ને દેશ વચ્ચેના ગાઢ સંબંધોને વધુ ગાઢ બનાવતી જોવા મળે છે. વિમાન મથકે સ્વાગતથી માંડીને ભવ્ય ડિનર, રાજઘાટની મુલાકાત, રાષ્ટ્રપતિ સાથેનો સંવાદ, ગાર્ડ ઓફ ઓનર સહીતના કાર્યક્રમો દરમ્યાન બન્ને દેશોના વડાની બોડી લેંગ્વેજ વધુને વધુ મજબુત બનતા સંબંધો દર્શાવે છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ઔપચારિક સ્વાગત અને ત્રિ-સેવાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. બં
ને દેશોના રાષ્ટ્રગીત વગાડ્યા બાદ, પુતિને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. સમારોહ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ પુતિને તેમના સંબંધિત પ્રતિનિધિમંડળના સભ્યોનો પરિચય પણ કરાવ્યો. રશિયન પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ અને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનો સમાવેશ થાય છે.