For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન રશદીના પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી

11:07 AM Dec 26, 2024 IST | Bhumika
સલમાન રશદીના પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી

ભારતના સૌથી વિવાદાસ્પદ પુસ્તકને 36 વર્ષ પછી મંજૂરી આપવામાં આવી છે. આ પુસ્તક પર રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Advertisement

રાજીવ ગાંધી સરકારે અમુક વિવાદોને કારણે આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે Salman Rushdieનું વિવાદાસ્પદ પુસ્તક The Satanic Versesને 36 વર્ષ પછી ભારતમાં પાછું આવ્યું છે. જોકે તે સમયે મુસ્લિમ સંગઠનોએ આ પુસ્તક સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ પુસ્તકની કિંમત 1,999 રૂૂપિયા છે.

આ પુસ્તક ફક્ત Delhi-NCRના બહરિસન્સ બુકસેલર્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. દિલ્હી હાઈકોર્ટે પુસ્તકોની આયાત પરના પ્રતિબંધને પડકારતી અરજી પર સુનાવણી રદ્દ કરી હતી. સરકાર દ્વારા નોટિફિકેશન રજૂ કરી શકી નથી કે, જેના આધારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પુસ્તક પર પ્રતિબંધ પછી ઈરાનના નેતા રૂૂહોલ્લાહ ખોમેનીએ Salman Rushdieની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. જફહળફક્ષ છીતવમશયને લગભગ 10 વર્ષ સુધી છુપાઈને રહેવું પડ્યું હતું.

Advertisement

2022 માં કટ્ટરપંથી હાદી માતરે Salman Rushdieપર હુમલો કર્યો હતો. આ હુમલામાંSalman Rushdieએ એક આંખ ગુમાવી દીધી હતી. વિદેશમાં આ પુસ્તકના વેચાણને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. દિલ્હીમાં બહરિસન્સ બુકસેલર્સના માલિક રજની મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પુસ્તકોનું વેચાણ સારું ચાલી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement