For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન સુવરની જેમ ખાય છે અને ડોગની જેમ કસરત કરે છે

01:56 PM Mar 19, 2024 IST | Bhumika
સલમાન સુવરની જેમ ખાય છે અને ડોગની જેમ કસરત કરે છે
  • સલમાનના ખાસ દોસ્ત વિન્દુનું નિવેદન

સલમાન ખાન સાથે જોડાયેલી કેટલીક બાબતો વિન્દુ દારા સિંહે કહી છે. તેનું કહેવું છે કે સલમાનને તેના પિતા સલીમ ખાન પોકેટ-મની આપે છે અને એ પૈસા તે ડોનેટ કરી દે છે. સાથે જ સલમાન જમવામાં પણ કોઈ ક્ધટ્રોલ નથી કરતો અને બાદમાં એક્સરસાઇઝ કરીને એને બેલેન્સ કરે છે. સલમાન અને વિન્દુ જૂના ફ્રેન્ડ છે. સલમાન વિશે વિન્દુએ કહ્યું કે સલમાન હંમેશાં કહેતો આવ્યો છે કે મારી ફિઝિક જોઈને તેણે એક્સરસાઇઝ કરવાનું શરૂૂ કર્યું હતું અને હું તેને એમ જ કહું છું કે તે વધારે પડતી એક્સરસાઇઝ કરે છે. સાથે જ તેનું જમવાનું પણ વધારે પડતું જ હોય છે. તે સૂવરની જેમ ખાય છે અને ડોગની જેમ એક્સરસાઇઝ કરે છે. તે જેટલી ક્વોન્ટિટીમાં જમે છે એને જોઈને હું તેને પૂછું છું કે આટલું જમવાનું ક્યાં જાય છે? તો તે જવાબ આપે છે કે તે બાદમાં એક્સરસાઇઝ કરી લે છે. સાંજના વર્કઆઉટમાં તે ખરેખર આવું જ કરે છે. તે ખૂબ સારી વ્યક્તિ છે. તે લોકોને ખૂબ મદદ કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement