For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુ.પી.માં મિલકતો જાહેર નહીં કરનાર 2.45 લાખ સરકારી કર્મીનો પગાર રોકાયો

11:19 AM Sep 03, 2024 IST | Bhumika
યુ પી માં મિલકતો જાહેર નહીં કરનાર 2 45 લાખ સરકારી કર્મીનો પગાર રોકાયો
Advertisement

યોગી સરકારની કડક કાર્યવાહી, ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દેવાયો

સરકારના આદેશો અને રીમાઇન્ડર છતાં માનવ સંપદા પોર્ટલ પર તેમની સંપત્તિની વિગતો ન આપવાથી યુપીના 2 લાખ 44 હજાર 565 લાખ કર્મચારીઓને નુકસાન થયું છે. તેમનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. રાજ્યના કર્મચારીઓને તેમની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે તમામ વિભાગોને પત્ર લખીને 31 ઓગસ્ટ સુધીમાં વિગતો આપવા જણાવ્યું હતું. જો વિગતો નહીં આપવામાં આવે તો પગાર અટકાવી દેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. આ પછી પણ માત્ર 6.02 લાખ કર્મચારીઓએ જ તેમની સંપત્તિનો ખુલાસો કર્યો છે.

Advertisement

સૂત્રોનું કહેવું છે કે માહિતી ન આપનારા કર્મચારીઓ સામે હજુ પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. યુપીના સરકારી વિભાગોમાં આઠ લાખ 46 હજાર 640 કર્મચારીઓ કામ કરે છે. મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો ઈંઅજ અને PCSની તર્જ પર ઓનલાઈન રજીસ્ટર કરવી પડશે. જેમાં શિક્ષકોની સાથે કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

મુખ્ય સચિવના આદેશ બાદ પણ કર્મચારીઓએ મિલકતોની વિગતો આપવામાં આનાકાની દર્શાવી છે.યુપી સરકારે વર્ષ 2010માં જ્યારે માયાવતી રાજ્યમાં સત્તા પર હતા ત્યારે પણ આવો આદેશ આપ્યો હતો. પરંતુ ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ તેનું ઉલ્લંઘન કર્યું, તેથી હવે યોગી સરકાર પોર્ટલ પર સંપત્તિની માહિતી આપવાનું ફરજિયાત બનાવી રહી છે. સરકારી કર્મચારીઓએ માનવ સંપદા પોર્ટલ પર તેમની જમીન અને મિલકતની માહિતી આપવાની હોય છે. યુપી સરકારે ગયા વર્ષે 18 ઓગસ્ટ 2023ના રોજ સરકારી કર્મચારીઓ માટે આ આદેશ જારી કર્યો હતો.

એવું કહેવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારી કર્મચારી આચાર નિયમો, 1956 ના નિયમ 24 હેઠળ, રાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ ફરજિયાતપણે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં તેમની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો આપવી જોઈએ. ત્યારબાદ આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો આમ નહીં થાય તો કર્મચારીઓને બઢતી આપવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement