ગુરુકુળમાં સંતો-વિદ્યાર્થીઓ-હરિભકતોનું માઘ સ્નાન
04:04 PM Feb 11, 2025 IST | Bhumika
પોષ સુદી પૂનમથી મહા સુદિ પૂનમ સુધીના સમયને માઘ સ્નાનનો મહિનો ગણવામાં આવે છે. શાસ્ત્રોએ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે માઘસ્નાનનો ખૂબ જ મહિમા કહ્યો છે. માઘસ્નાન આત્માના તેજને વધારનારૂ છે. શરીરને નીરોગી રાખનારૂ છે. માઘસ્નાનથી હિંમત અને સાહસ વિકસે છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના 20 સંતો અને 600 વિદ્યાર્થી તેમજ 40 હરિભક્તોએ વહેલી સવારે માટલામાંથી સ્નાન કરી ભીના કપડે ભગવાનને દંડવત અને પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ગુરુકુળના સંતો અને હરિભક્તો વિવિધ પ્રકારના ચાંદ્રાયણ તેમજ વ્રતો કરીને શ્રીજી મહારાજના આશીર્વાદ ઉપરાંત ગુરુ મહારાજશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામીનો રાજીપો પણ પ્રાપ્ત કર્યો છે.
Advertisement
Advertisement