સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, અનોખા અંદાજમાં નજરે પડ્યો એક્ટર, જુઓ વિડીયો
છરીના હુમલામાં ઘાયલ થયેલા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 16 જાન્યુઆરીએ સવારે લગભગ 2 વાગ્યે સૈફ પોતે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં દાખલ થયો હતો. મંગળવારે, સૈફની સારવાર કરી રહેલા ચાર ડૉક્ટરોની ટીમે કહ્યું હતું કે તેઓએ પરિવારને સૈફને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાની મંજૂરી આપી દીધી છે. તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટ પહોંચ્યા છે. તેઓ પાછલા દરવાજેથી તેમના ઘરમાં પ્રવેશ્યા છે.
https://x.com/ians_india/status/1881667067776238040
કરીના કપૂર ખાન મંગળ આજે વારે સવારે પોતે હોસ્પિટલ પહોંચી હતી અને ડિસ્ચાર્જ સંબંધિત તમામ પેપરવર્ક પૂર્ણ કર્યા બાદ બહેન કરિશ્મા કપૂર સાથે પરત આવી હતી. બાદમાં સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે જવા રવાના થયો હતો. સૈફ હવે પોતાના ઘરે પહોંચી ગયો છે અને ડોક્ટરોની સલાહ મુજબ આરામ પર રહેશે.
સૈફ અલી ખાનને સુરક્ષા આપનારી એજન્સી બોલિવૂડ એક્ટર રોનિત રોયની છે. આવી સ્થિતિમાં રોનિત રોય પણ સૈફ અલી ખાનના ડિસ્ચાર્જ પહેલા લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો છે. સૈફને લીલાવતીથી તેના ઘરે લઈ જવાની જવાબદારી રોનિત રોયની સિક્યોરિટી કંપનીની છે. આ દરમિયાન પોલીસ પણ તેમની સાથે રહેશે.
https://www.instagram.com/reel/DFFet56Kn5X/?utm_source=ig_web_copy_link
ડોક્ટરોની ટીમે સૈફ અલી ખાનને સલાહ આપી છે. તેને ડોક્ટરોની ટીમ તરફથી કડક સૂચના મળી છે કે તે કોઈપણ ભારે ચીજવસ્તુઓ ઉપાડી શકે નહીં. તેને જીમમાં જવાની મનાઈ છે અને તેની સાથે તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને શૂટિંગ કરવાની પણ મનાઈ છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.