For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રક્તસ્ત્રાવ બાદ સદગુરુ વાસુદેવની બ્રેઈન સર્જરી

11:56 AM Mar 21, 2024 IST | Bhumika
રક્તસ્ત્રાવ બાદ સદગુરુ વાસુદેવની બ્રેઈન સર્જરી

શસ્ત્રક્રિયા બાદ તબિયત સારી હોવાનો ખુદે વીડિયો સંદેશ જારી કર્યો

Advertisement

ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની મગજની સર્જરી થઈ છે. સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુ:ખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ઉજવણી પણ કરી.

15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર ક્ધસલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડો. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડો. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો. તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજનો ખછઈં કરવામાં આવ્યો અને મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. સદગુરુએ મગજની સર્જરી પછી એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને કહ્યું કે મગજની સર્જરી પછી પણ તેમની સ્થિતિ સારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement