સચિન તેંડુલકરના પુત્ર અર્જુને બાળપણની મિત્ર સાથે સગાઇ કરી
સાનિયા જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઇની પૌત્રી છે
ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અને ક્રિકેટર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. 25 વર્ષીય અર્જુને તેની બાળપણની મિત્ર સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા એક જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે, જેઓ મુંબઈમાં ઘણી મોટી હોટલ અને બ્રુકલિન ક્રીમરી જેવી બ્રાન્ડના માલિક છે. આ સગાઈ સમારોહ ખૂબ જ ખાનગી રીતે, બંને પરિવારોના નજીકના સભ્યો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો.
આ સગાઈ ગુપ્ત રીતે યોજાઈ હતી, જેમાં ફક્ત નજીકના લોકો જ હાજર હતા.
અર્જુન તેંડુલકર, જે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે, તેણે અત્યાર સુધીમાં 5 આઈપીએલ મેચ રમી છે, જેમાં 3 વિકેટ અને 13 રન બનાવ્યા છે. તેની ક્રિકેટ કારકિર્દીમાં તેણે 17 ફર્સ્ટ ક્લાસ મેચ, 18 લિસ્ટ અ મેચ અને 24 ટી20 મેચ રમી છે, જેમાં તેણે ઓલરાઉન્ડર તરીકે પ્રભાવ પાડ્યો છે. આ સગાઈ ભલે અત્યંત ખાનગી રીતે કરવામાં આવી હોય, પરંતુ અર્જુન અને સાનિયાના સંબંધો ગાઢ છે. સાનિયાનો પરિવાર પણ ખૂબ જાણીતો છે. તેના દાદા, રવિ ઘાઈ, મુંબઈના એક સફળ ઉદ્યોગપતિ છે, જે મરીન ડ્રાઇવ પર આવેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ અને બ્રુકલિન ક્રીમરી જેવી બ્રાન્ડના માલિક છે. રસપ્રદ વાત એ છે કે, સાનિયાના પિતા અને સચિન તેંડુલકર પણ મિત્રો છે, જેના કારણે બંને પરિવારો વચ્ચે પહેલેથી જ ગાઢ સંબંધો છે.