રૂપિયાનું રેકોર્ડ બ્રેક ધોવાણ, ડોલર સામે 90.17ના નવા તળિયે
ભારત-અમેરિકા વચ્ચે અટકેલી ટ્રેડ ડીલની રૂપિયા ઉપર માઠી અસર, 50 ટકા ટેરિફથી દબાણ વધ્યું
ભારત-અમેરિકા વેપાર સોદામાં વિલંબને કારણે દબાણ આવતા ભારતીય રૂૂપિયો મનોવૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ 90 ડોલરના સ્તરને તોડી નવા તળીયે સરકી ગયો છે. આજે રૂૂપિયો નબળો પડીને 90.17 ડોલર પ્રતિ ડોલરની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે મંગળવારે 89.94 ના તેના અગાઉના સર્વકાલીન નીચલા સ્તરને વટાવી ગયો હતો. વિશ્ર્લેષકોના મતે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બળજબરીપૂર્વક હસ્તક્ષેપનો અભાવ અને સતત વિદેશી રોકાણ પ્રવાહને કારણે નુકસાન થઇ રહયુ છે.
ભારતીય રૂપિયો ઓલ ટાઈમ લો થતાં આજે ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી હતી અને સેન્સેકસમાં 350 પોઈન્ટ અને નિફટીમાં 125 પોઈન્ટ નીચે જોવા મળ્યું હતું. નિફટી આજે ફરી 26,000ની સપાટીથી નીચે પહોંચી હતી. નિફટી બેંક 300 પોઈન્ટ અને મીડકેપ નિફટી 500 પોઈન્ટ નીચે સરકી છે. જો કે બીજી બાજુ સોના ચાંદીમાં તેજી જોવા મળી હતી. સોનુ આજે 700 રૂપિયા અને ચાંદી 2500 રૂપિયા વધી છે. રાજકોટમાં સોનુ 1,32,800 જોવા મળ્યું રહ્યું છે જ્યારે ચાંદી 1,86,120 પર જોવા મળી રહી છે.
રૂૂપિયો ઘટી રહ્યો હોવાથી નિકાસકારો આક્રમક રીતે ડોલરનું વેચાણ કરી રહ્યા નથી, જ્યારે આયાતકારો તરફથી ડોલરની માંગ ઊંચી રહે છે મેકલાઈ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિતેશ ભણસાલીએ બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું હતું.
બાર્કલેઝના મતે, ફક્ત ભારત-યુએસ વેપાર કરાર જ રૂૂપિયાને નજીકના ગાળામાં રાહત આપે તેવી શક્યતા છે. હાલમાં, 90 ના મુખ્ય સ્તરને તોડી નાખવા સાથે, ચલણ આગામી દિવસોમાં 90.30 સુધી ઘટી શકે છે.
ભારત હજુ પણ એવા કેટલાક મુખ્ય અર્થતંત્રોમાંનો એક છે જેણે હજુ સુધી યુએસ સાથે વેપાર કરાર પર સહી કરી નથી, જોકે અધિકારીઓ ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ કરવા માટે આશાવાદી છે.
આ દરમિયાન, ભારતીય માલ પર 50% ના ભારે ટેરિફથી નિકાસકારો પર ભાર પડ્યો છે, જ્યારે મજબૂત આયાતથી ડોલરની માંગ ઊંચી રહી છે અને રૂૂપિયા પર દબાણ વધ્યું છે. એકસાથે, આ દબાણોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધને વિસ્તૃત કરવામાં ભૂમિકા ભજવી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં રૂૂપિયો 4.9% ઘટ્યો છે, જે તેને એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ બનાવે છે. સતત નબળાઈ વિદેશી રોકાણોને અટકાવવાનું જોખમ રાખે છે. રોકાણકારો, જેમણે આ વર્ષે સ્થાનિક શેરમાંથી 16 બિલિયન પાછા ખેંચી લીધા છે, અને તે ઇંધણ આયાત કરતા દેશમાં ફુગાવાને વેગ આપી શકે છે.
1947માં એક રૂપિયો એક ડોલર બરાબર હતો
આજે ડોલરનો ભાવ 90 રૂપિયાને પાર કરી ગયો છે. પરંતુ લોકોને આશ્ર્ચર્ય થશે કે, 1947માં એક રૂપિયો એક ડોલર બરાબર હતોફ ભારતીય રૂપિયો વિરૂધ્ધ ડોલરનો વુડ કરાર પસાર થયો. 1947માં ભારતીય રૂપિયો ડોલર બરાબર હતો. પરંતુ ત્યારબાદ ભારતીય રૂપિયો ડોલરની સામે નબળો પડતો ગતો, 1949માં ભારતનો રૂપિયો ગગડીને 4.76 થયો.
1947થી 2025: ડોલર સામે રૂપિયાની સફર
1947 1 રૂપિયો
1949 4.67 રૂપિયો
1966 7.50
1975 8.39
1980 17.01
2000 44.31
2005 43.50
2010 46.02
2015 66.79
2020 74.31
2025 90.06