For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોલરની સામે રૂપિયો સતત નબળો, 90.40નું નવું તળિયું

05:11 PM Dec 04, 2025 IST | Bhumika
ડોલરની સામે રૂપિયો સતત નબળો  90 40નું નવું તળિયું

ડોલરની સરખામણીમાં ભારતીય ચલણ રૂૂપિયા વધુને વધુ નબળો પડતો જાય છે. ગઈકાલે ડોલર ભારતીય રૂૂપિયા ના ક્ધવર્ટ રેટમાં ₹90 ને પાસ કરી જતા ભારતનો રૂૂપિયો વધુ ગગડી ગયો હતો. આજે પણ ડોલરનો ભાવ ₹90 44 પૈસા સુધી પહોંચ્યો હતો.રશિયાના રાષ્ટ્રપતિ અને આજે ભારત આવી રહ્યા છે અને ઓઇલના મુદ્દે પણ ચર્ચા થવા જઈ રહી છે ત્યારે અમેરિકાનું વલણ આ મુલાકાત બાદ શું હશે તેના ઉપર પણ નજર પડી છે.

Advertisement

ઉપરાંત યુ એસ ફેડ રેટ કટમાં ઘટાડો આવે છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે અને ભારતીય બજારમાં હાલ તો રૂૂપિયા વધુ નબળો પડતો જાય છે જોકે આજે દિવસ દરમિયાન 52 પૈસાની રિકવરી પણ નોંધાઈ હતી તેમ છતાં અત્યારે 90.22 પૈસાનો ભાવ જોવા મળી રહ્યો છે.

ડોલરની સરખામણીમાં રૂૂપિયા હજુ પણ નબળો પડવાના સંકેતો આવી રહ્યા છે ત્યારે તેની અસર ભારતીય સોના ચાંદી બજારમાં પણ જોવા મળી રહી છે આજે ચાંદીમાં એક સમયે 4750 નો કડાકો બોલ્યો હતો અત્યારે ચાંદીમાં 3750 અને સોનામાં ₹900નો ઘટાડો સૂચવે છે. બીજી બાજુ શેરબજારમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો રાષ્ટ્રપતિ પુટીને આજે સાંજે ભારત આવી રહ્યા છે અને આવતીકાલે વડાપ્રધાન સાથે પણ તેમની મુલાકાત થવા જઈ રહી છે આ મુલાકાત ઉપર વિશ્વ નજર છે.

Advertisement

ખાસ કરીને અમેરિકા અને ગલ્ફ ક્ધટ્રીઝ આ મુલાકાતને વિશિષ્ટ રીતે જોઈ રહ્યા છે અત્યારે ચીન પછી ભારત સૌથી મોટું ઓઇલનું આયાતકાળ દેશ રશિયા માટે બની રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદીમાં ઘટાડો કરે છે કે નહીં તે આ મુલાકાત ની ફળશ્રુતિ બાદ વધુ જાણવા મળી શકે છે. આ મીટીંગ નો આધાર અમેરિકા ની આવનારી ટ્રેડ વાર્તા ઉપર પણ થશે તેવું નિશાન તો માની રહ્યા છે. બપોરના ત્રણ વાગ્યે સેન્સેક્સ 233 પોઇન્ટ અને નિફ્ટી 80 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement