અફવાઓ મફતનું પીઆર છે અને મને ફ્રી વસ્તુઓ ગમે છે: મૃણાલ ઠાકુર
બોલીવુડ એક્ટર અને એક્ટર્સ પોતાના પ્રેમ સંબંધ લઈ અવારનવાર હેડલાઈન બનતા હોય છે ત્યારે જાણીતી અભિનેત્રી અત્યારે તેની લવલાફઈને લઈ ચર્ચામાં છે. અત્યારે એક નહીં, પરંતુ બબ્બે સેલિબ્રિટીઝ સાથે કનેક્શનને લઈ ચર્ચામાં છે, જેમાં એક ક્રિકેટર છે તો બીજો અભિનેતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃણાલ છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ડેટ કરી રહી છે.
આ તમામ અફવાઓ વચ્ચે મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર એકદમ મજેદાર અંદાજમાં પ્રતિક્રિયા આપી છે, જે દર્શાવે છે કે ડેટિંગની બાબતને કેટલી હળવાશથી લે છે. મૃણાલ ઠાકુરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો સાથે મૃણાલે કેપ્શનમાં લખ્યું હતું કે તેઓ વાતો કરે છે, અમે હસીએ છીએ. અફવાઓ મફતનું પીઆર છે અને મને ફ્રી વસ્તુઓ ગમે છે! જોકે તેણે કોઈ ચોક્કસ અફવાનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની ડેટિંગની અટકળોને બિલકુલ ગંભીરતાથી લેતી નથી. આ ઉપરાંત, મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર ધનુષની બહેનોને ફોલો કરી હોવાના સમાચારથી પણ આ ચર્ચા વધી હતી. તાજેતરમાં જ ધનુષે પોતાની ફિલ્મ તેરે ઇશ્ક મેં ના પ્રમોશન માટે વારાણસીથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેના પર મૃણાલની કમેન્ટ આવતા ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થઈ ગઈ હતી.