For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી

10:51 AM Sep 25, 2025 IST | Bhumika
વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે  લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી

જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણશાસ્ત્રી સોનમ વાંગચુક કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે પણ સરકારે તેમને ગણકાર્યા નહીં એટલે વાંગચુકના સમર્થનમાં લોકો રસ્તા પર આવી ગયા છે. વાંગચુકના સમર્થનમાં બુધવારે લેહ બંધનું એલાન અપાયેલું. આ એલાન દરમિયાન વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. પોલીસે તેમને રોકવા કોશિશ કરી તેમાં અથડામણ થઈ ગઈ. પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા બળપ્રયોગ કરતાં વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો.

Advertisement

વિદ્યાર્થીઓએ સીઆરપીએફના વાહનને પણ આગ ચાંપી દીધી અને પછી ભાજપની ઓફિસમાં ઘૂસીને ઓફિસ પણ સળગાવી દીધી. હિંસાની બીજી ઘટનાઓ પણ બની છે અને તેના કારણે લદાખ અચાનક જ રાષ્ટ્રીય સ્તરે ચમકી ગયું છે. ચમત્કાર વિના નમસ્કાર નહીં એ હિસાબે આ હિંસાની અસર વર્તાઈ છે. કેન્દ્ર સરકારે આ માગણીઓ અંગે ચર્ચા માટે છ ઓક્ટોબરે દિલ્હીમાં બેઠક બોલાવી છે. લેહ-લદ્દાખમાં જનાક્રોશ લાંબા સમયથી ભડકેલો છે અને નાના પાયે તો દેખાવો થયા જ કરે છે પણ નેશનલ મીડિયામાં તેની નોંધ નહોતી લેવાતી. તેના કારણે લેહ-લદાખમાં બધું બરાબર છે એવું જ લાગતું હતું.

અત્યારે પણ વાંગચુક 15 દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે છતાં કશું બન્યું જ ના હોય એમ મીડિયા તેની નોંધ નથી લેતું. આ તો હિંસા થઈ એટલે જખ મારીને નોંધ લેવી પડી, વાંગચુક ચાર માગણીઓ સાથે ભૂખ હડતાળ પર ઊતર્યા છે. પહેલી માગણી એ છે કે, લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. બીજી માગણી એ છે કે, લદાખનો બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરીને આદિવાસીઓના અધિકારો સુરક્ષિત કરીને બંધારણીય રક્ષણ આપવું જોઈએ. ત્રીજી માગણી એ છે કે, હાલમાં લોકસભાની એક જ બેઠક છે તેના બદલે લદાખમાં કારગિલ અને લેખ એમ બે લોકસભા સીટ આપો. ચોથી માગણી એ છે કે, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતી થવી જોઈએ.

Advertisement

વાંગચુક આ માગણીઓ સાથે પહેલાં પણ ભૂખ હડતાળ પર ઉતરેલા પણ એ વખતે તેમને ફોસલાવીને બેસાડી દેવાયેલા વાંગચુકને બહુ જલદી આ માગણીઓ પૂરી કરાશે એવી ગોળી ગળાવાયેલી પણ બે વર્ષમાં કશું ના થતાં વાંગચુકે પાછા મેદાનમાં આવવું પડયું છે, વાંગચુકના આંદોલનને કારણે બોલાવાયેલી બેઠકમાં શું થાય છે એ ખબર નથી પણ લદાખનાં લોકોની માગણીમાં દમ છે જ. સરકારે હિંસા માટે વાંગચુક દ્વારા ઝોન-ઝેડ પેઢીને ઉશ્કેરવી જવાબદાર ઠેરવી છે. મુળ કારણોમાં ઉંડા ઉતરી વાજબી માગણીઓનો ઉકેલ લાવવાના બદલે આ પ્રકારનું દોષારોપણ પરિસ્થિતિ બહુ ગુંચવાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement