કોન્સ્ટિટયુશન કલબની ચૂંટણીમાં બલિયાનને હરાવતા રૂડી
ગઇકાલે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેના પરિણામો આવી ગયા છે. ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂૂડીએ સેક્રેટરી પદ માટે ચૂંટણી જીતી છે. એટલે કે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં તેમનું 25 વર્ષ જૂનું વર્ચસ્વ હજુ પણ જળવાઈ રહેશે. તેમણે ભાજપના ભૂતપૂર્વ સાંસદ સંજીવ બાલિયાનને હરાવ્યા છે.
સેક્રેટરી પદ માટે ચૂંટણી 20 વર્ષ પછી યોજાઈ રહી હતી. આવી સ્થિતિમાં, તેના વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. સંજીવ બાલિયાન છેલ્લી ઘડીએ ઉમેદવાર બન્યા. આ પહેલા રાજીવ પ્રતાપ રૂૂડી ચાર વખત આ પદ પર બિનહરીફ જીત્યા હતા. બંને નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો અને સાંસદોએ પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કર્યું. કન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં લગભગ 1200 સાંસદો અને ભૂતપૂર્વ સાંસદો મતદાતા છે. આ વખતે પણ 60 ટકાથી વધુ મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના મોટા નેતાઓએ પણ ચૂંટણીમાં મતદાન કર્યું હતું.