For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશી-મથુરા મંદિર વિવાદમાં RSS પડશે નહીં: ભાગવત

11:20 AM Aug 29, 2025 IST | Bhumika
કાશી મથુરા મંદિર વિવાદમાં rss પડશે નહીં  ભાગવત

માત્ર રામમંદિર અભિયાનને સમર્થન હતું, અન્ય ઠેકાણે સ્વયંસેવકો પોતાની રીતે આંદોલનમાં જોડાઇ શકે છે: સરકાર સાથે કોઇ મતભેદ નથી

Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના પ્રમુખ મોહન ભાગવતે કાલે જાહેરાત કરી કે, રામ મંદિર એકમાત્ર એવું આંદોલન હતું, જેને સંઘે સમર્થન કર્યું હતું અને સંઘ કાશી અને મથુરા સહિત આવા અન્ય કોઈપણ અભિયાનને સમર્થન આપશે નહીં.

દિલ્હીના વિજ્ઞાન ભેવનમાં તેમની ત્રણ દિવસીય વ્યાખ્યાનના છેલ્લા દિવસે પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે સ્પષ્ટ કર્યું કે, RSS સ્વયંસેવકો આવા આંદોલનોમાં જોડાવા માટે સ્વતંત્ર છે.મોહન ભાગવતે કહ્યું કે, રામ મંદિર એકમાત્ર એવું આંદોલન હતું જેને RSS એ સમર્થન આપ્યું છે, તે અન્ય કોઈ આંદોલનમાં જોડાશે નહીં, પરંતુ અમારા સ્વયંસેવકો તેમાં જોડાઈ શકે છે.

Advertisement

સંઘ કાશી-મથુરામાં આંદોલનોને સમર્થન આપશે નહીં, પરંતુ સ્વયંસેવકો તેમાં ભાગ લઈ શકે છે. આ વ્યાખ્યાન શ્રેણીનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન ભવનમાં આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાનના છેલ્લા દિવસે પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે કહ્યું કે, RSS અને BJPના નેતૃત્વ હેઠળની સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી.

સંઘ ભાજપનો પ્રમુખ નક્કી નથી કરતો, અમે નિર્ણય લેતા હોત તો આટલો સમય ન લાગત
મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે ભાજપ અને સંઘ વચ્ચે સંકલનનો અભાવ કેમ છે? શું સંઘ ભાજપ પ્રમુખ નક્કી કરે છે? આના પર ભાગવતે કહ્યું કે અમે દરેક સરકારમાં સારો સંકલન રાખીએ છીએ. તેમણે કહ્યું કે એક તરફ ભારતીય મજદૂર સંઘ છે. બીજી તરફ લઘુ ઉદ્યોગ ભારતીય છે, ત્રીજી તરફ સરકાર અને પક્ષ છે, પછી સંઘર્ષ થાય છે.તેમણે કહ્યું કે મતભેદોના કોઈ મુદ્દા નથી. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ કોઈ દુશ્મનાવટ નથી. શું સંઘ ભાજપ પ્રમુખ નક્કી કરે છે? આ પ્રશ્ન પર, ભાગવતે આગળ કહ્યું કે તે બિલકુલ ખોટું છે કે સંઘ બધું નક્કી કરે છે. આપણે સલાહ આપી શકીએ છીએ પણ નિર્ણય એ ક્ષેત્રમાં જ લેવાય છે. આપણે આ ક્ષેત્રમાં છીએ. જો આપણે નક્કી કર્યું હોત, તો શું આટલો સમય લાગત?

75 વર્ષે નિવૃત્તિના મુદ્દે મોદીને સત્તા પર રહેવાની લીલીઝંડી
વડાપ્રધાન મોદી 75 વર્ષે નિવૃતિ લેેશે કે, નહીં તેવી ચર્ચાઓ વચ્ચે મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ વિશે મોટી વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે શું 75 વર્ષની ઉંમરે રાજકારણ છોડી દેવું જોઈએ? આના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની કોઈ જરૂૂર નથી. ન તો હું નિવૃત્તિ લઈશ, ન તો કોઈને નિવૃત્તિ લેવાનું કહીશ. તેમણે કહ્યું કે આપણે જ્યાં સુધી ઈચ્છીએ ત્યાં સુધી કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે મેં મોરોપંતજીના નિવેદનને ટાંકીને આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મેં એવું નથી કહ્યું કે હું નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. અમે જીવનમાં કોઈપણ સમયે નિવૃત્તિ લેવા તૈયાર છીએ અને સંઘ અમને ગમે તે સમય માટે કામ કરવા માંગે છે, અમે તે સમય સુધી સંઘ માટે કામ કરવા પણ તૈયાર છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement