મુંબઇમાં ડિજિટલ ધરપકડ સાથે રૂા.58 કરોડની છેતરપિંડી: ચીન-હોંગકોંગ, ઇન્ડોનેશિયાનું કનેકશન
સાયબર છેતરપિંડીનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પીડિતને ચાલાકીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યાં. સાયબર છેતરપિંડી કરનારાઓએ પીડિતને CBI અને ED અધિકારીઓ તરીકે ઓળખાવીને ફોન કર્યો હતો. પીડિતની ડિજિટલી ધરપકડ કરવામાં આવી અને તેને રૂૂ. 58 કરોડનું નુકસાન થયું. મુંબઈ સાયબર વિભાગે કેસ નોંધ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્કના ચીન, હોંગકોંગ અને ઇન્ડોનેશિયામાં જોડાણો છે. આ માહિતી મંગળવારે આપવામાં આવી હતી.સાયબર છેતરપિંડીનો કેસમાં એક અજાણ્યા નંબર પરથી કોલ શરૂૂ થયો હતો. મુંબઈ સ્થિત ઉદ્યોગપતિને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સાયબર છેતરપિંડી કરનારાઓએ પોતાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) ના અધિકારીઓ તરીકે ઓળખાવ્યાં હતા. આ સાયબર છેતરપિંડીનો કેસ 19 ઓગસ્ટથી 8 ઓક્ટોબર સુધી ચાલુ રહ્યો હતો.
સાયબર છેતરપિંડી કરનારાઓએ પીડિતને ફોન કર્યો અને તપાસના નામે તેને તાત્કાલિક વીડિયો કોલ પર કનેક્ટ થવા કહ્યું. આ પછી, સાયબર છેતરપિંડીનો કેસ આગળ વધ્યો અને પીડિતની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પીડિતને અલગ અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં
ક્રિપ્ટોકરન્સી- આધારિત વ્યવહારો પર કામ ચાલી રહ્યું હતું પોલીસે જણાવ્યું છે કે આ આખું રેકેટ ક્રિપ્ટોકરન્સી આધારિત વ્યવહારો પર ચાલે છે. ચોરાયેલું ભંડોળ અનેક ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેકેટ ખરેખર એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગ છે. તે લગભગ એક વર્ષથી ભારતીય નાગરિકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે.