For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા.10 લાખ કરોડ, 100 નવી વંદેભારત ટ્રેન દોડશે

05:54 PM Feb 01, 2025 IST | Bhumika
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા 10 લાખ કરોડ  100 નવી વંદેભારત ટ્રેન દોડશે

Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે માટે પણ મહત્વની જાહેરાત કરી છે. 2025 ના બજેટમાં રેલવેના આધુનિકીકરણ અને વિકાસ માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ નવી રેલવે લાઇન અને નવી ટ્રેનોની જાહેરાત પણ કરવામાં આવી છે.સરકારે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂૂપિયાનો મૂડી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ હેઠળ નવી રેલવે લાઈનો બનાવવામાં આવશે અને જૂના ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે અને હાઇ-સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે.
હાલમાં ચાલુ વંદે ભારત ટ્રેનોના વધુ વિસ્તરણની સાથે 100 નવી વંદે ભારત ટ્રેનો શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો મુખ્ય શહેરોને જોડશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વધુમાં, રેલવેને 100% વિદ્યુતીકૃત અને ગ્રીન એનર્જી પર આધારિત બનાવવાનો પણ સંકલ્પ છે.

રેલ્વે સ્ટેશનોના સુધારા માટે 50 મુખ્ય સ્ટેશનોના આધુનિકીકરણ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડિજિટલ ટિકિટિંગ, ઠશ-ઋશ, અને સેનિટેશન સુવિધાઓમાં સુધારો કરવાની કામગીરી પણ સામેલ છે.ટ્રેન સલામતી વધારવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ખનીજ ક્ષેત્રના ખાનગીકરણ અને જાહેર-ખાનગી ભાગીદારી (ઙઙઙ) મોડલને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ પણ અમલમાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement