For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિકને કેપ્ટન બનાવાતા રોહિત શર્માના ચાહકો ગુસ્સે ભરાયા

05:40 PM Dec 16, 2023 IST | Bhumika
હાર્દિકને કેપ્ટન બનાવાતા રોહિત શર્માના ચાહકો ગુસ્સે ભરાયા

રોહિત શર્મા 2013થી ઈંઙકમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેના હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. આ ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી. રોહિત મુંબઈ ઈન્ડિયન્સને ટોચ પર લઈ ગયો અને બાદમાં ભારતીય ટીમનો પણ કેપ્ટન બન્યો, જોકે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિકને ટીમનો કેપ્ટનબ બનાવતા રોહિતના ફેન્સ નિરાશ થયા હતા.

Advertisement

જો આઇપીએલના સૌથી સફળ કેપ્ટનનું નામ આવે છે, તો તે લિસ્ટમાં માત્ર એક જ કેપ્ટન છે જે મહેન્દ્ર સિંહ ધોનીને ટક્કર આપી શકે છે. તે કેપ્ટનનું નામ છે રોહિત શર્મા. રોહિતની કપ્તાનીમાં જ મુંબઈ ઈન્ડિયન્સે તેનું પ્રથમ ઈંઙક ટાઈટલ જીત્યું હતું. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ પાંચ વખત આઇપીએલ ટ્રોફી જીતી, પરંતુ શુક્રવારે આ ફ્રેન્ચાઈઝીએ બધાને ચોંકાવી દીધા અને મોટો નિર્ણય લીધો.

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થયેલા હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી અને રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવી દીધો હતો. આ સાથે સમગ્ર ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આનાથી રોહિતના ફેન્સ ખૂબ નારાજ થયા હતા. તેમાંથી એક ચાહકે તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ પણ બાળી નાખી હતી.

Advertisement

રોહિત 2013થી ઈંઙકમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. આ ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને ટોચ પર લઈ ગયો હતો જે બાદ તે ટીમ ઈન્ડિયાનો પણ કેપ્ટન બન્યો હતો અને આજે ભારતની નેશનલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યાને મુંબઈનો કેપ્ટન બનાવવાનો નિર્ણય સામે આવતાની સાથે જ રોહિતના ચાહકો અને મુંબઈના કેટલાક ચાહકો પણ નિરાશ થઈ ગયા હતા. આ કારણે મુંબઈએ તેના ઘણા ફોલોવર્સ પણ ગુમાવ્યા હતા. આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પ્રશંસક મુંબઈ ઈન્ડિયન્સની કેપ જમીન પર પછાડે છે અને પછી તેને પગથી કચડી નાખે છે. આ પછી આ વ્યક્તિ આ ટોપી સામે રાખે છે. આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે રોહિત શર્મા બધાથી ઉપર છે. આના પરથી સમજી શકાય છે કે રોહિતની ફેન ફોલોઈંગ કેવી છે.

મુંબઈ ઈન્ડિયન્સે 1 કલાકમાં 4 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ રોહિત શર્માના ફેન્સ ઘણા નારાજ જોવા મળી રહ્યા છે. જેની અસર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યાના એક કલાકની અંદર જ ડ પર 4,00,000 ફોલોઅર્સ ગુમાવ્યા હતા. હાર્દિક પંડ્યા 2 વર્ષ બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. તેને વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement