ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન

12:55 PM Feb 15, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાશે ટી-20 વર્લ્ડ કપ

Advertisement

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે બુધવારે ક્ધફર્મ કરી દીધું કે રોહિત શર્મા જ ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આ ભૂમિકા માટે એક મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યો હતો પરંતુ મેનેજમેન્ટે રોહિત પર વિશ્વાસ રાખ્યો છે. સચિવે સાથે જણાવ્યું કે- હાર્દિક વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. આગામી ટી20 વર્લ્ડકપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાશે.
રોહિતની આગેવાનીમાં ભારત સતત 10 મેચ જીત્યા બાદ વનડે વર્લ્ડકપ 2023માં ફાઈનલ સુધીની સફર કરી હતી. પરંતુ રોહિત બ્રિગેડને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2022માં સેમીફાઈનલ રમી હતી. રોહિતે સેમીફાઈનલમાં હાર પછી ભારત તરફથી લગભગ 14 મહિના સુધી કોઈ ટી20 મેચ રમી ન હતી. તેણે જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન ટી20 સીરીઝના સૌથી નાના ફોર્મેટમાં વાપસી કરી.જય શાહે કહ્યું આપણે ભલે જ 2023માં વનડે વર્લ્ડકપની ફાઈનલ હારી ગયા પરંતુ આપણે સતત 10 મેચ જીતીને દિલ જીત્યું હતું. પરંતુ હું તમને પ્રોમિસ કરવા માગું છું કે આપણે 30 જૂને બારબાડોસમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં જરુર ભારતનો ઝંડો લહેરાવીશું. ટી20 વર્લ્ડકપની ફાઈનલ 30 જૂને બારબાડોસમાં રમાશે. જય શાહે વધુમાં કહ્યું કે- હાર્દિક પંડયા ટી20 વર્લ્ડકપ 2024માં ભારતનો વાઈસ કેપ્ટન હશે. આપણે સૌને જોયું છે કે હાર્દિક પંડયા વનડે વર્લ્ડકપમાં કઈ રીતે ઘાયલ થયો હતો, તેથી અમે વિચારી રહ્યાં હતા કે કેપ્ટનની ભૂમિકા કોને સોંપવામાં આવે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઘાયલ થયો હતો. હાર્દિક ત્યારથી જ ક્રિકેટના મેદાનથી બહાર છે. તે ઈંઙક 2024થી કમબેક કરી શકે છે. હાર્દિક આઇપીએલ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે. ફ્રેન્ચાઈઝીએ રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે.

Tags :
cricketcricket newsHardik Pandyaindiaindia newsrohit sharmaSportssports newsT20 World Cup
Advertisement
Advertisement