For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન

11:01 AM Dec 03, 2024 IST | Bhumika
રોહિત શર્મા અને રિતિકાએ દીકરાનું નામ રાખ્યું અહાન
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ગઈ કાલે અનોખા અંદાજમાં તેમના દીકરાના નામની જાહેરાત કરી હતી. રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેમિલીના ચાર સભ્યોના શો-પીસનો ફોટો શેર કર્યો હતો. તે બધાની ટોપી પર રો (રોહિત શર્મા), રિત્સ (રિતિકા સજદેહ) અને સેમી (સમાયરા શર્મા) લખ્યુ હતું અને સાથે જ નાના છોકરાના શો-પીસવાળી ટોપી પર અહાન લખ્યું હતું. ક્રિકેટ-ફેન્સને દીકરાનું નામ અને તેના નામની જાહેરાત કરવાનો યુનિક અંદાજ ખૂબ ગમ્યો છે. અહાન નામ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ માનવામાં આવે છે. આ નામના ઘણા અર્થ છે જેમ કે જાગૃતિ, નવી શરૂૂઆત, પ્રકાશનું પ્રથમ કિરણ. અહાનનો જન્મ 15 નવેમ્બરની રાતે થયો હતો, ફેન્સ હજી પણ તેની પહેલી ઝલક જોઈ શક્યા નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement