રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મણિપુરમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ હુમલો, એકનું મોત, આજે તમામ શાળાઓ બંધ

10:54 AM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આતંકવાદીઓએ ગઈ કાલે બપોરે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં રહેણાંક વિસ્તાર પર રોકેટ હુમલો કર્યો હતો. હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ રોકેટ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મારામ્બામ કોઈરેંગના રહેણાંક સંકુલ પર પડ્યું હતું. હુમલા સમયે પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પરિવારનો કોઈ સભ્ય ઘરમાં હાજર ન હતાં.

આ ઘટના પછી, મણિપુર સરકારે આજે શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે, એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે વડીલો કેમ્પસમાં કોઈ ધાર્મિક વિધિની તૈયારી કરી રહ્યા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિસ્ફોટમાં 13 વર્ષની બાળકી સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.

રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર પડ્યું હતું. આ પહેલા શુક્રવારે સવારે ટ્રોંગલાબીના નીચલા રહેણાંક વિસ્તાર તરફ ઊંચા સ્થાનેથી રોકેટ છોડવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રોકેટની રેન્જ ત્રણ કિલોમીટરથી વધુ હોવાનું અનુમાન છે.

રાજ્યમાં તાજેતરના ડ્રોન અને બંદૂક હુમલાના વિરોધમાં શુક્રવારે ઇમ્ફાલ ખીણના પાંચ જિલ્લાના હજારો લોકોએ માનવ સાંકળ રેલીમાં ભાગ લીધો હતો. હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે રાત્રે 100 મીટરથી પણ ઓછી ઉંચાઈ પર અનેક ડ્રોન ફરતા જોવા મળ્યા બાદ ત્રંગલાઓબીથી થોડાક કિલોમીટર દૂર કુમ્બી ગામમાં તણાવ વધી ગયો છે.

Tags :
indiaindia newsManipurManipur Chief Minister houseManipur newsRocket attack
Advertisement
Next Article
Advertisement