ચાર ધામ યાત્રાના રૂટમાં નદી-નાળા-તળાવ થીજી ગયા, બરફ ઓગાળી પાણી પીવાની મજબૂરી
ઉત્તરાખંડના ચાર તીર્થ સ્થળોએ તાપમાન માઈનસ 10 ડિગ્રી સે. સેલ્સિયસથી નીચે આવી ગયું છે. કેદારનાથમાં માઈનસ 14, બદ્રીનાથમાં માઈનસ 13, ગંગોત્રીમાં માઈનસ 13 અને યમુનોત્રીમાં માઈનસ 9-10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના પગલે લોકો પીગળેલા બરફમાંથી પાણી પી રહ્યા છે. સતત હિમ પડી રહ્યું છે, જેનાથી ઠંડી વધી રહી છે. હરિદ્વાર અને ઉધમ સિંહ નગરમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું. વધુમા આજે સવારે રાજધાની દહેરાદૂનમાં વાદળો દેખાતા હતા.આ દરમિયાન, ઘણા જિલ્લાઓમાં સવાર અને સાંજે ધુમ્મસ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન કેન્દ્ર, દેહરાદૂન દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, 28 નવેમ્બરના રોજ ઉત્તરાખંડમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે. વિભાગે રાજ્યના કોઈપણ ભાગ માટે કોઈ હવામાન ચેતવણી જારી કરી નથી.રાજ્યના મેદાની વિસ્તારોમાં સવારે પાતળું ધુમ્મસ કે ઝાકળ પડવાની ધારણા છે. રાજધાની, દેહરાદૂન માં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 28 ડિગ્રી સે. ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સે. ની આસપાસ રહેવાની ધારણા છે. સવાર અને સાંજનું તાપમાન ઠંડુ થવા લાગ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવું જ શુષ્ક હવામાન ચાલુ રહેવાની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. ગુરુવારે મુખ્ય હવામાન મથકો પર નોંધાયેલા તાપમાન નીચે મુજબ હતા: દેહરાદૂનનું મહત્તમ તાપમાન લગભગ 27.2 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન લગભગ 8.2 ડિગ્રી સે. , પંતનગરનું મહત્તમ તાપમાન લગભગ 28.4 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન લગભગ 5.1 ડિગ્રી સે. હતું.મુક્તેશ્વરનું મહત્તમ તાપમાન લગભગ 17.6 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન લગભગ 4.7 ડિગ્રી સે. હતું. ન્યૂ ટિહરીનું મહત્તમ તાપમાન લગભગ 17.4 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન લગભગ 4.ર ડિગ્રી સે. હતું.