રિષભ પંતની IPLમાં વાપસી, દિલ્હી કેપિટલ્સમાંથી રમશે
01:52 PM Feb 23, 2024 IST | Bhumika
રિષભ પંત IPL2024માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરશે. ગત વર્ષે થયેલ ગમખ્વાર કાર અકસ્માત બાદ તે છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો. હવે લગભગ દોઢ વર્ષ પછી તે દિલ્હી કેપિટલ્સ માટે મેદાનમાં પરત ફરી રહ્યો છે. જોકે આ વખતે એક મોટો ફેરફાર દિલ્હીમાં જોવા મળશે. જે અંગે ફ્રેન્ચાઈઝીએ જાહેરાત કરી છે. આ શેડ્યૂલમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ બદલાઈ ગયું છે, તે દિલ્હીમાં તેની શરૂૂઆતની મેચ રમવાને બદલે વિશાખાપટ્ટનમના મેદાનમાં રમશે.
Advertisement
એક અહેવાલ અનુસાર, આવું એટલા માટે થયું છે કારણ કે IPLપહેલા દિલ્હીમાં વુમન્સ પ્રીમિયર લીગ રમાશે. વિમેન્સ પ્રીમિયર લીગનો બીજો ભાગ આ વખતે દિલ્હીમાં યોજાઈ રહ્યો છે, તેથી અરુણ જેટલી સ્ટેડિયમ તે સમય સુધી ઠઙકમાં વ્યસ્ત રહેશે. ઠઙકની ફાઈનલ પણ દિલ્હીમાં જ રમાવાની છે, તેથી જ અહીં ઈંઙકની મેચો યોજાઈ રહી નથી.
Advertisement
Advertisement