For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમીર-ગરીબની ખાઇ વધી, 1 ટકા અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો

11:23 AM Jul 26, 2024 IST | admin
અમીર ગરીબની ખાઇ વધી  1 ટકા અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો
Woman holds U.S. dollar banknotes in front of Euro banknotes in this illustration taken May 30, 2022. REUTERS/Dado Ruvic/Illustration

10 વર્ષમાં વિશ્વની અડધી વસતીની કુલ સંપત્તિ કરતા અમીરોની સંપત્તિમાં 36 ગણો વધારો છતાંય ટેક્સ ચૂકવે છે માત્ર 0.5 ટકા, જી-20 સમિટમાં ટેક્સ વધારવાની થશે ચર્ચા

Advertisement

છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયનનો વધારો થયો છે. વિશ્વના ધનિકોએ 42 ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં 36 ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું કે આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજોપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર 0.5 ટકા ટેક્સ ચૂકવે છે.
બ્રાઝિલમાં આયોજિત જી-20 સમિટ પહેલા બિન-લાભકારી સંસ્થા તરીકે કામ કરતી દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વભરના એક ટકા અમીરોની સંપત્તિમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વિશ્વના અબજોપતિઓએ જે 42 ટ્રિલિયન ડોલરની સંપત્તિ ઊભી કરવામાં સફળતા મેળવી છે તે વિશ્વની સૌથી ગરીબ વસ્તીના 50 ટકા લોકોની સંપત્તિ કરતાં 36 ગણી વધુ છે. ઘડ્ઢરફળ અનુસાર, આ અબજોપતિઓમાંથી 80 ટકા જી-20 દેશોમાં રહે છે.ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું કે આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજોપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર 0.5 ટકા ટેક્સ ચૂકવે છે.

Advertisement

વિશ્વના ધનિકોએ 42 ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં 36 ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.આ રિપોર્ટ અનુસાર હવે અમીરોને ટેક્સમાં છુટકારો મળ્યો છે. આટલી સંપત્તિ હોવા છતાં તેઓ સંપૂર્ણ ટેક્સ ભરતા નથી તેઓ તેમની કુલ સંપતીનો માત્ર 0.5 ટકા ટેક્સ ચૂકવે છે. અને હવે આ રિપોર્ટ પ્રમાણે અબજોપતિઓ પર ટેક્સનો બોજ ઓછો થયો હજુ પણ ઓછો થયો છે. હવે એવામાં વાતએ છે કે 42 ટ્રિલિયન ડોલરની આવકમાં વધારો થવા છતાં પણ અબજોપતિઓ પર ટેક્સનો બોજ ઓછો થયો છે.

હવે બ્રાઝિલમાં યોજાનારી જી-20 સમિટમાં આ અમીર લોકો પર વધારે ટેક્સ લગાવવાની વાત પર ચર્ચા થઇ શકે છે. ઓક્સફેમના અનુસાર અમીર લોકોની સંપત્તિ ખૂબ જ જલદી વધી છે.

પરંતુ આ લોકો પર લાગતો ટેક્સ ખૂબ ઓછો થયો છે. તેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ખૂબ વધી ગયું છે. મોટાભાગના લોકો ખૂબ ઓછા પૈસામાં ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ બ્રાઝિલ જી-20નું અધ્યક્ષ છે. જી20 દેશોનું અર્થતંત્ર દુનિયાના કુલ અર્થતંત્રના 80 ટકા જેટલું છે. બ્રાઝિલ ચાહે છે કે આ દેશો સાથે મળીને અમીર લોકો પર વધારે ટેક્સ લાદવામાં આવે. આ દેશોના નાણાપ્રધાન અમીર લોકો પર વધારે ટેક્સ લગાવવા અને ટેક્સ બચાવવાની તેમની રીતોને રોકવા અંગેની રીતો શોધી રહ્યા છે.

ઓક્સફેમના અનુસાર આ જી-20 દેશની સરકારો માટે એક મોટી પરીક્ષા છે. ઓક્સફેમ ઇચ્છે છે કે અમીર લોકોની કુલ સંપત્તિ પર દર વર્ષે ઓછામાં ઓછો આઠ ટકા ટેક્સ લાદવામાં આવે. ઓક્સફેમના મેક્સ લોસનના અનુસાર અમીર લોકો પર વધારે કર લાદવાની માગ ઝડપથી વધી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું સરકારો આમ કરવાની હિંમત દેખાડશે?

Advertisement
Tags :
Advertisement
Advertisement