નિવૃત્ત એન્જિનિયરને ત્યાંથી 3 કરોડના સોના-ચાંદી ઝડપાયા
રાજધાની ભોપાલમાં એક નિવૃત્ત એન્જિનિયરના ઘરે દરોડા પાડવામાં આવ્યાં, ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્તે નિવૃત્ત જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મુખ્ય ઇજનેર જીપી મહેરાના નિવાસસ્થાને દરોડા પાડ્યાં હતા. એક ભ્રષ્ટ નિવૃત્ત એન્જિનિયરના ઘરેથી તેમની આવક કરતાં કરોડો રૂૂપિયાની સંપત્તિ મળી આવી છે.
એક ભ્રષ્ટ નિવૃત્ત એન્જિનિયરના ઘરેથી લાખો રૂૂપિયા રોકડા, 3 કરોડ રૂૂપિયાથી વધુ કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું. તેમના ફાર્મહાઉસમાંથી 17 ટન મધ જપ્ત કરવામાં આવ્યું છે. આ દરોડા લોકાયુક્તના ચાર ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) સ્તરના અધિકારીઓ દ્વારા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ભોપાલ અને નર્મદાપુરમમાં ચાર સ્થળોએ પાડવામાં આવ્યા હતા.
મણિપુરમ કોલોનીમાં મહેરાના ભવ્ય ઘરમાંથી અધિકારીઓએ રૂૂ.8.79 લાખ રોકડા, લગભગ રૂૂ. 50 લાખના ઘરેણાં અને રૂૂ.56 લાખની ફિક્સ ડિપોઝિટ જપ્ત કરી હતી. પરંતુ ખરો ખજાનો તેમના બીજા ઘરમાં હતો, જે દાના પાની નજીક ઓપલ રિજન્સીમાં એક આલીશાન એપાર્ટમેન્ટ હતું.