રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલા-યુવાનોને નામનું પ્રતિનિધિત્વ: ભાજપે જોખમ લેવાના બદલે સેફ ગેમ પસંદ કરી

01:23 PM Mar 04, 2024 IST | admin
Advertisement

લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી પણ એ પહેલાં ભાજપે પહેલો ઘા કરીને 195 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી દીધી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની નાબૂદી સહિતના નિર્ણયોના અમલના કારણે ભાજપ જોરમાં છે અને વિપક્ષ કમજોર છે તેથી આ વખતે ભાજપ લોકસભાના ઉમેદવારોમાં કોઈએ ધાર્યા ના હોય એવા પ્રયોગો કરશે એવું મનાતું હતું પણ ભાજપની પહેલી યાદી જોયા પછી લાગે કે, ભાજપે પ્રયોગો કરવાનું ટાળ્યું છે અને સેફ ગેમ ખેલવાનું પસંદ કર્યું છે. ભાજપે કઈ હદે સેફ ગેમ ખેલી છે તેનો અંદાજ ઉત્તર પ્રદેશના ઉમેદવારોની યાદી પરથી જ આવે. આ યાદીમાં સૌથી વધારે ઉમેદવારો ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી 51 બેઠકના ઉમેદવાર જાહેરાત કરી દેવાઈ છે. મતલબ કે, ભાજપની યાદીમાં 25 ટકાથી વધારે ઉમેદવારો તો ઉત્તર પ્રદેશના છે ને તેમાં ભાજપે માત્ર ચાર નવા ચહેરાને ટિકિટ આપી છે. બાકીના 47 સાંસદને રિપીટ કરાયા છે. આ જ સ્થિતિ ગુજરાતમાં છે. ગુજરાતમાં તો ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકમાંથી 156 બેઠક જીતીને સપાટો બોલાવી દીધેલો. તેના કારણે એવું મનાતું હતું કે, ભાજપ નો રિપીટ થિયરી અપનાવીને તમામ 26 નવા ચહેરાને તક આપશે પણ તેના બદલે ભાજપે પાંચ નવા ઉમેદવારને તક આપી છે ને તેમાં પણ બે તો કેન્દ્રીય મંત્રી છે કે જે અત્યાર લગી રાજ્યસભાના સભ્ય હતા.

Advertisement

મનસુખ માંડવિયાને પોરબંદર અને પરષોત્તમ રૂૂપાલાને રાજકોટથી ટિકિટ આપવા ચાલુ સાંસદોને ટિકિટ નથી અપાઈ. બનાસકાંઠામાં પરબત પટેલની ઉંમર થઈ ગઈ હોવાથી તેમને સ્થાને મહિલા રેખાબેન ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પશ્ર્ચિમમાં ડો. કિરિટ સોલંકી ભાજપ કાર્યકરોમાં અપ્રિય થઈ ગયેલા તેથી પડતા મુકાયા છે જ્યારે પંચમહાલમાં રતનસિંહ રાઠોડને પડતા મૂકીને રાજપાલસિંહ જાદવને ટિકિટ અપાઈ છે. આ સિવાયના બાકીના દસ ચહેરાને રિપીટ કરાયા છે. ગુજરાતમાં તો ભાજપ પાસે પ્રયોગો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી કેમ કે ભાજપ સામે કોઈ પડકાર જ નથી છતાં ભાજપે એકદમ સેફ ગેમ ખેલી છે. ભાજપ વધારે મહિલાઓને અને વધારે યુવાનોને તક આપી શકે તેમ હતો પણ ભાજપે કોઈ પણ જોખમ લેવાનું ટાળ્યું છે. તમે વિચાર તો કરો કે, ભાજપમાં સૌથી વધારે બગાવતી તેવર બતાવનારા ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાને પણ ભાજપે રિપીટ કરવા પડ્યા છે. મોદી સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠક મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો પણ પસાર કર્યો છે.

તેનો અમલ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં શક્ય નથી એ પહેલાંથી નક્કી હતું પણ ભાજપ તેનો સૈધ્ધાંતિક અમલ કરીને આ વખતની ચૂંટણીમાં 33 ટકા બેઠક મહિલાઓને આપશે એવું મનાતું હતું પણ ભાજપે એ જોખમ લેવાનું પણ ટાળ્યું છે. ભાજપની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારના નામ છે ને તેમાંથી માત્ર 28 મહિલાઓ છે. મતલબ કે, મહિલા ઉમેદવારોનું પ્રમાણ માંડ 15 ટકા થાય છે.
ભાજપ વધારે યુવાનોને ટિકિટ આપશે એવી ગણતરી હતી પણ એ ગણતરી પણ ખોટી પડી છે કેમ કે ભાજપની યાદીમાં 50 વર્ષથી ઓછી વયના 47 ઉમેદવાર છે. સામાન્ય રીતે માણસ 40 વર્ષની ઉંમર પસાર કરે પછી યુવાન નથી ગણાતો પણ રાજકારણમાં 50 વર્ષ સુધીની ઉંમરના લોકોને યુવાન ગણવા પડે છે. ભાજપની યાદીમાં એ ધારાધોરણ પ્રમાણે પણ 25 ટકાથી ઓછા યુવાનો છે.

Tags :
BJPindiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement