For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમ

03:45 PM Nov 07, 2025 IST | admin
રસ્તાઓ પરથી રખડતા પશુ કૂતરા તાત્કાલિક હટાવો  સુપ્રીમ

તમામ રાજ્ય સરકારો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ, હાઇવે પર પેટ્રોલિંગ માટે ટીમો બનાવવા સૂચના

Advertisement

મુખ્ય સચિવોને પાલનની જવાબદારી, 8 સપ્તાહમાં સ્થિતિની જાણકારી આપવા તાકીદ

સુપ્રીમ કોર્ટે રસ્તાઓ અને હાઇવે પર રખડતા પ્રાણીઓ અંગે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને આ પ્રાણીઓને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓ અને અન્ય પ્રાણીઓને દૂર કરીને આશ્રયસ્થાનોમાં મોકલવાનો પણ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દેશભરના ઘણા રાજ્યોમાં રસ્તાઓ અને હાઇવે પર મુક્તપણે ફરતા રખડતા પશુઓ અંગે કડક ટિપ્પણીઓ કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક સૂચનાઓ આપી છે કે હાઇવે અને રસ્તાઓ પરથી રખડતા પશુઓને તાત્કાલિક દૂર કરવામાં આવે.

Advertisement

હકીકતમાં, રખડતા કૂતરાઓ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રમતગમત સંકુલ અને રેલ્વે સ્ટેશનો પરથી રખડતા કૂતરાઓ અને અન્ય આવા પ્રાણીઓને તાત્કાલિક દૂર કરીને આશ્રયસ્થાનોમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ હેતુ માટે આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે.

જસ્ટિસ નાથે કહ્યુ કે આદેશ ત્રણ ભાગમાં છે. પહેલું પાલન પર છે. એમિકસ રિપોર્ટની સામગ્રી અમારા આદેશના અભિન્ન ભાગ તરીકે વાંચવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આગામી સુનાવણી પહેલાં વ્યાપક સોગંદનામું દાખલ કરશે, જેમાં રિપોર્ટમાં દર્શાવેલ ખામીઓને દૂર કરવા માટે તેઓએ લીધેલા પગલાંની રૂૂપરેખા આપવામાં આવશે. કોઈપણ શિથિલતાને ગંભીરતાથી જોવામાં આવશે.

જસ્ટિસ નાથે કહ્યુ કે બીજો આદેશ રાજસ્થાન હાઈકોર્ટના નિર્દોશોથી સંબંધિત છે. નિર્દેશોની પુન:પુષ્ટિ તે મર્યાદા સુધી જાય છે કે બધા રાજ્યોના નોડલ અધિકારી રાષ્ટ્રીય રાજમાર્ગોથી રખડતા પશુઓને હટાવવાની ખાતરી કરશે. રાજમાર્ગો/રસ્તા/એક્સપ્રેસવે પર જોવા મળતા બધા જાનવરો જેમાં પશુપાલકો પણ સામેલ છે, તત્કાલ હટાવવા માટે એક સંયુક્ત સંકલિત અભિયાન ચલાવવામાં આવશે. ઢોર અને અન્ય પ્રાણીઓને તમામ જરૂૂરી સંભાળ પૂરી પાડવામાં આવશે.

તેમણે પોતાના આદેશમાં કહ્યું કે બધા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ તેના પાલનની ખાતરી કરશે. બાકી અધિકારી વ્યક્તિગત રૂૂપથી જવાબદાર હશે. નિર્દેશોના પાલન માટે સ્થિતિની જાણકારી 8 સપ્તાહમાં રજૂ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજો નિર્દેશ સંસ્થાગત ક્ષેત્રોથી સંબંધિત છે. કૂતરાઓ કરડવાની વધતી ઘટનાઓને જોતા આ ન્યાયાલય નીચેના નિર્દેશ આપવા જરૂૂરી સમજે છે.

હોસ્પિટલો, રેલવે સ્ટેશનો સહિતના સ્થળે કૂતરા રોકવા વાડ ઉભી કરો

રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોએ બે અઠવાડિયાની અંદર જિલ્લા હોસ્પિટલો, જાહેર રમતગમત સંકુલ અને રેલવે સ્ટેશનો સહિત તમામ સરકારી સંસ્થાઓની ઓળખ કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે રખડતા કૂતરાઓના પ્રવેશને રોકવા માટે જરૂૂરિયાત મુજબ પરિસરને પર્યાપ્ત વાડથી સુરક્ષિત કરવામાં આવે. આ કાર્ય આઠ સપ્તાહની અંદર પૂરુ કરવાનું છે. સંસ્થાઓના મેનેજમેન્ટે વિસ્તારની જાળવણી માટે જવાબદાર એક નોડલ અધિકારી નિયુક્ત કરવા પડશે. સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓ આવા તમામ પરિસરનું નિયમિત નિરીક્ષણ કરશે જેથી ખાતરી કરી શકાય કે ત્યાં કોઈ રખડતા કૂતરા રહેતા નથી. દરેક રખડતા કૂતરાને તાત્કાલિક આવા પરિસરમાંથી દૂર કરવા જોઈએ અને નસબંધી પછી આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવે. રખડતા કૂતરાઓને જે વિસ્તારમાંથી ઉપાડવામાં આવ્યા હતા ત્યાં છોડવા જોઈએ નહીં. આવું થવા દેવાથી હેતુ નિષ્ફળ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement