For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્વચાનો રોગ શીળસ (શીતપિત્ત)થી બચવા માટેના ઉપાયો

01:24 PM Jan 04, 2025 IST | Bhumika
ત્વચાનો રોગ શીળસ  શીતપિત્ત થી બચવા માટેના ઉપાયો

લોકભાષામાં શીળસ નામથી ઓળખાતી આ વ્યાધિને આયુર્વેદમાં શીતપિત્ત નામ આપેલ છે. શીળસ એક ત્વચાગત વિકારોમાંનો એક વિકાર છે.શીળસ નામથી જાણીતાં આ વિકારમાં ચામડી ઉપર ભમરી કે મધમાખીના દંશ જેવા ચકામા ઉપસી આવે છે. શીળસ શરૂૂઆતમાં શરીરના ખુલ્લા ભાગ ઉપર થાય છે અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે. આ ચકામા અનિયમિત આકારનાં અને લાલાશ પડતાં હોય છે. રોગની તીવ્રવસ્થામાં ખંજવાળ અને પીડા ઉપરાંત ઊલટી, તાવ, દાહ આદિ લક્ષણો પણ જોવા મળે છે. ઘણીવાર તો આંખોના પોપચા પર સોજા આવી જતા દર્દીને જોવામાં પણ મુશ્કેલી પડે છે. મોટાભાગે રાત્રિનાં સમયે જેમ જેમ ઠંડક વધે તેમ તેમ ખંજવાળ સાથે ચકામાં ઉપસતાં જાય છે.શીળસ ને શીતપીત્ત કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે.

Advertisement

શીળસ થવાનાં કારણો-
આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલ છે. ઠંડી હવાનાં સ્પર્શથી કફ અને વાયુ પ્રકુપિત થઈ પિત્તની સાથે મળી બહારની ત્વચા તથા આંતરીક રક્ત આદિ ધાતુઓમાં ફેલાઈને શીચપિત્ત ઉત્પન્ન કરે છે.

આધુનિક તબીબી વિજ્ઞાનમાં શિતપિત્તને અર્ટીકેરિયા (ીિશિંભફશિફ) કહેલ છે અને એક પ્રકારની એલર્જીથી ઉત્પન્ન થાય છે. ખટાશની એલર્જી, વાતાવરણમાં ફેરફાર, માખી-મચ્છર જીવજંતુના કરડવાથી, કૃમિનાં ઉપદ્રવથી, હેર ડાઈની એલર્જીથી, દહીં, આમલી, છાશ, ખાટાં ફળો, આથાવાળી વસ્તુઓનું વધુ પ્રમાણમાં સેવન, વિરૂૂદ્ધ આહાર વિહાર કરવાથી, દૂધ સાથે હીંગ, ડુંગળી, લસણ ખાવાથી, ફ્રૂટ સલાડ અને મિલ્ક શેકના સેવનથી કેટલાંકને શીળસ શરૂૂ થઈ જાય છે.

Advertisement

શીળસ એકદમ વિચિત્ર વ્યાધિ છે. થોડીવાર પહેલાં કંઈ ના હોય અને અચાનક જ શરીરમાં એકદમ ઢીમચાં થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવવાં લાગે છે. ઢીમચાં લાલચોળ થઈ જાય છે. અને પાછા ચોક્કસ સમયે બેસી જાય છે. ફરી પાછું ગમે ત્યારે એનું રૂૂપ દેખાઈ છે. ખાટાં અને ઠંડા પદાર્થોના અતિ સેવનથી ઠંડા વાતાવરણમાં રહેવાથી આ રોગ એકદમ વધી જાય છે.

ઘણા લોકોને અમુક વસ્તુઓની એલેર્જી હોય છે. જેમાં અમુક વસ્તુઓ એવી હોય ચેહ અડવાથી પણ શીળસ નીકળી પડતા હોય છે. આ સિવાય ચામડી પર વધારે દબાણ આવવું, જેમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ આ શીળસ ઉભરી આવે છે.
કોઈ કેમિકલના સંપર્કમાં આવવાથી, ચામડીમાં કોઈ ઈજા કે ખરોચના કારણે પણ શીળસ નીકળતા હોય છે. જે એક પ્રકારે એલર્જીક હોય છે. ઘણા લોકોને તડકાની, ગરમીની, ઠંડી વગેરે કુદરતી સ્ત્રોતો વગેરેની એલેરજી હોય છે. જેને આ વસ્તુમાં વધારે રહેવાનું થાય તો શીળસની સમસ્યા થાય છે.

ઘણા લોકો કોઈ કારણસર તણાવમાં રહેતા કોઈ છે, જેમાં પારિવારિક સમસ્યાઓ વગેરે ભાગ ભજવતી હોય છે જેના લીધે આ શીળસ નીકળે છે. વધારે પડતી દવાઓના વધારે પડતા સેવનથી પણ આ સમસ્યા થવાનું શરુ થાય છે.

સૂર્યની રોશની, ઠંડું તાપમાન, વાયરલ ઇન્ફેકશન, જેવી અસરોને લીધે ઘણા લોકોને શીળસની સમસ્યા થાય છે. અમુક ખાદ્ય પદાર્થની એલેરજી પણ શીળસ માટે જવાબદાર છે. જેમાં વિશેષ રૂૂપે દૂધ, ઈંડા અને મગફળીને લીધે પણ શીળસ નીકળે છે.

આ સિવાય પાલતું જાનવરના વધારે સંપર્કમાં રાહેવાથી કે તેના ચામડીના વારંવાર સંપર્કના લીધે ઘણા લોકોને એલેરજી રહે છે જેના લીધે શીળસ નીકળે છે. ફૂલોની પરાગરજને લીધે એલેરજી થતી હોય તેવા લોકોને શીળસ નીકળવાની શક્યતાઓ રહે છે. શરીરની અંદરની સમસ્યાને લીધે વગેરે કારણે આ શીળસ નીકળવા લાગે છે.

કુવાર પાઠાનો ગર્ભ એટલે જે એલોવીરા જૈલ ચામડીના દરેક પ્રકારના રોગો માટે ખુબ જ સારી ઔષધી છે. આ માટે કુવાર પાઠાનો ગર્ભ કાઢી લેવો. કુવાર પાઠાના આ ગર્ભને શીળસથી પ્રભાવિત પૂરા ભાગ પર લગાવવો જોઈએ. જેને 30 મિનીટ સુધી લગાવી રાખવો અને સુકાઈ જાય ત્યારે ફરી વખત લગાવવો. આવું દિવસમાં ઘણી વખત કરવાથી શીળસનો રોગ બિલકુલ ઠીક થઈ જાય છે.

આ સિવાય શીળસના ઈલાજ માટે એક કપ પાણી લેવું. તેમાં ફુદીનાના 10 પાંદડા નાખવા. જેમાં 1 ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળી લેવા. આ પછી તેને ગાળીને ઠંડું કરી લેવું. ફુદીનાના આ પાણીને દરરોજ દિવસમાં એક વખત પીવાથી શીળસનો રોગ જલ્દી મટી જાય છે

આયુર્વેદમાં શીળસના ઉપચાર માટે ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધિ આપવામાં આવી છે. જેને આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. આ માટે ગળોનો પાવડર કરીને દરરોજ એક ચમચી પાવડર પાણી સાથે ખાલી પેટ લેવો જોઈએ.

ભોજનમાં કાળા મરીનું સેવન કરવું જોઈએ. ચમચીના ચોથા ભાગનું દરરોજ ખાલી પેટ કે ઘીમાં ભેળવીને કાળા મરીને લઈ શકાય છે. મિશ્રી સાથે ભેળવીને પણ કાળા મરી ખાઈ શકાય છે. દરરોજ શરીરમાં નારીયેળના તેલમાં કપૂર ભેળવીને માલીશ કરવું જોઈએ. આ માટે કપૂરનો પાવડર બનાવી લેવો. ચમચીના ચોથા ભાગના પાવડરને મોટા ચમચા જેટલા તેલમાં ભેળવીને પૂરા શરીર પર માલીશ કરવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement