For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માસિક ધર્મ સમયે પેટમાં થતા અસહ્ય દુખાવાને દૂર કરવાના ઉપાયો

12:10 PM Aug 31, 2024 IST | Bhumika
માસિક ધર્મ સમયે પેટમાં થતા અસહ્ય દુખાવાને દૂર કરવાના ઉપાયો
Advertisement

પીરિયડ્સ સમય દરમિયાન સ્ત્રીઓને દર મહિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં ચીડિયાપણું, પેટમાં અસહ્ય દુખાવો, ગેસની સમસ્યા , કમરનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, પીરિયડ્સ દરમિયાન, ઓવરીની નજીકથી પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલીઝ થાય છે, જેના કારણે ઓવરીમાં લોહીની ઉણપ સર્જાય છે અને સ્નાયુઓ સંકોચવા લાગે છે. જેના કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો અને ખેંચાણ થાય છે. ક્યારેક પેટમાં દુખાવો એટલો અસહ્ય હોય છે કે, તેને સહન કરવું મુશ્કેલ બની જાય છે. કેટલીક સ્ત્રીઓ પીરિયડ્સના દુખાવા માટે દવા લે છે પરંતુ આ દવાની સાઈડ ઈફેકટ પણ થાય છે અને દર મહિને દુખાવા માટે દવા લેવી હિતવર્ધક પણ નથી. ઘણી સ્ત્રીઓ ઘરેલું ઉપચાર અપનાવે છે અને એ પદ્ધતિઓથી રાહત પણ મળે છે, પરંતુ ઘણી સ્ત્રીઓની પીડા એકસરખી જ રહે છે. હવે આ દર્દને કેવી રીતે ઘટાડવું, તેના માટે કેટલાક ખોરાકને આહારમાં ઉમેરવો જોઇએ.

સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મની સમસ્યામાંથી પસાર થવુ જ પડે છે પણ પીરિયડ્સના અસહનીય દુખાવાની સહન કરવુ સૌથી મુશ્કેલ કામ હોય છે.

Advertisement

માસિક ચક્ર દર મહિને 3 થી 7 દિવસ સુધી ચાલે છે. આ દિવસોમાં મહિલાઓને દુખાવા અને અન્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.

પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ તેજીથી બદલાય જાય છે.તે દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેને લઇને મહિલાઓનો સ્વભાવ સુસ્ત થઇ જાય છે. તેમજ તણાવ અને ગુસ્સો પણ આવે છે. વધારે ઉંઘ આવવી. ખાવા-પીવાનું મન ન થાય. પીરિયડ્સ દરમિયાન કમર અને પેટની નીચેના ભાગમાં સહન ન થાય તેવો દુખાવો થવાના કારણે શારીરિક કમજોરી થઇ શકે છે. લોહીની ઉણપના કારણે માસિક રોકાઇને આવવું કે રેગ્યુલર ન આવવાથી પણ દુખાવો થાય છે. તેમજ આહાર યોગ્ય ન હોવાથી પણ દુખાવો થઇ શકે છે. રક્ત સ્ત્રાવ થવાથી શરીરમાં વિટામિન અને આર્યનની ઉણપ થાય છે. જેથી આહાર દ્વારા તેની પૂર્તિ કરવું જરૂૂરી છે. નહીતર આગામી મહિને પીરિયડ્સ દરમિયાન વધારે મુશ્કેલી થઇ શકે છે.

પીરિયડ્સ દરમિયાન રક્તસ્રાવ થવાથી લોહીની ઉણપ થાય છે અને લોહીની ઉણપને કારણે શરીરમાં આયર્નની ઉણપ શરૂૂ થાય છે. આયર્નની ઉણપને કારણે શરીર સુસ્ત થઈ જાય છે. નિષ્ણાતો કહે છે કે, જો સ્ત્રી સુસ્ત રહે છે તો તેને વધુ દુખાવો થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજીને આહારમાં ઉમેરો કારણ કે, તેમાં સૌથી વધુ આયર્ન જોવા મળે છે. પૌષ્ટિક ગુણોથી ભરપૂર આહાર લેવાથી શારીરિક તકલીફ દૂર રહે છે. જેનાથી સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન પણ એનર્જીથી ભરપૂર તેમજ સ્વસ્થ રહે છે. જેથી ફળ, દૂધ ઉત્પાદ અને લીલી શાકભાજીનું સેવન કરો. જેમા વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં હોય છે. ડાયેટમાં વિટામીન બી,ઇ,સી અને ફોલેટ જેવી ઘણી સપ્લીમેંટ્સ લેવી પણ ફાયદાકારક રહેશે.

  • ગરમ પાણી - ગરમ ટોવેલ કે વોટર બેગને પેટના નીચલા ભાગ પર મુકવાથી દુખાવો ઓછો થઈ જશે.. આ ઉપરાંત વર્તમાન દિવસોમાં ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને દુખાવામાં આરામ મળે છે.
  • તુલસી - આ નેચલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો દુખાવામાં રાહત મળશે. પીરિયડ્સ દરમિયાન તુલસીને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે.
  • ગાજરનુ જ્યુસ - બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા લાગે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી બ્લડ ફ્લોમાં ફરક પડશે.
  • અજમો - આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને કારણે પણ દુખાવો થાય છે. આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. થોડા સમયમાં પેટનો ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશે.
  • આદુ - આદુને બારીક સમારીને સારી રીતે ઉકાળી તેમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો. તેનાથી તમારા પેટનો દુખાવો ઠીક થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહી થાય.
  • વરિયાળી - એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો.. તમને પેટના દુખાવામાં આરામ મળી જશે.
  • દૂધ ઉત્પાદનો- મહિલાઓના શરીરમાં કેલ્શિયમની કમી હોય છે તેમને પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો થાય છે. તેથી આવા સમયે દુખાવાથી બચવા માટે દૂધ અને દૂધની બનાવટોનું સેવન અવશ્ય કરો.
  • પીરિયડ્સ દરમિયાન, પેટમાં ગેસના અતિશય ઉત્પાદનને કારણે પણ પીડા ની સમસ્યા ઉભી થાય છે. ગેસ દૂર કરવા માટે, શેકેલા જીરું અથવા સેલરી લેવાથી ખારું મીઠું ભેળવીને લેવાથી પીડા સરળતાથી દૂર થાય છે. પીરિયડ્સની સમસ્યાથી બચવા માટે સરગવો, સફેદ કોળુ, કારેલા અને તલનું સેવન લાભકારી હોય છે. આ ઉપરાંત પાલક, અને સોયાબીન ના રોજ સેવન કરવાથી પણ દુખાવામાં રાહત મળશે.
  • દાડમની છાલને સુકવીને પાવડર બનાવી લો. આ પાવડરને રોજ એક ચમચી ઠંડા પાણી સાથે લેવાથી પીરિયડ્સ નિયમિત થશે અને અનેક તકલીફો થી મુક્તિ મળશે. વાટેલા ધાણા, વાટેલી ખાંડને ઘીમાં શેકીને દિવસમાં ત્રણ વાર 2-2 ચમચી ખાવાથી કમર તેમજ પગમાં થતા દુખાવામાં રાહત મળે છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement